ગુજરાત

gujarat

ETV Bharat / state

હવે મોદી સમાજ આ 4 ક્ષેત્રમાં આગળ વધવા પર ધ્યાન આપશે, બેઠકમાં લેવાયો નિર્ણય

યાત્રાધામ અંબાજી ખાતે સમગ્ર ગુજરાત મોઢ મોદી સમાજની એક બેઠક (Meeting of Gujarat Modh Modi Samaj) યોજાઈ હતી. તેમાં કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી (Purnesh Modi in the meeting of Modi Samaj) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાલાલ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. અહીં સમાજના અગ્રણીઓએ વિવિધ મુદ્દા પર ચર્ચા કરી હતી.

હવે મોદી સમાજ આ 4 ક્ષેત્રમાં આગળ વધવા પર ધ્યાન આપશે, બેઠકમાં લેવાયો નિર્ણય
હવે મોદી સમાજ આ 4 ક્ષેત્રમાં આગળ વધવા પર ધ્યાન આપશે, બેઠકમાં લેવાયો નિર્ણય

By

Published : May 16, 2022, 9:36 AM IST

અંબાજી (બનાસકાંઠા): યાત્રાધામ અંબાજી ખાતે આજે સમગ્ર ગુજરાત મોઢ મોદી સમાજની રાજ્યકક્ષાની એક બેઠક (Meeting of Gujarat Modh Modi Samaj) યોજાઈ હતી. આ બેઠક રાજ્યના કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી (Purnesh Modi in the meeting of Modi Samaj) તેમ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાલાલ મોદીના (Elder Brother of PM Modi Somalal Modi) અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. મોદી સમાજ એ 100 જેટલા વિવિધ ઘટકોમાં વહેંચાયેલો છે. સાથે જ દેશભરમાં 13 કરોડની વસ્તી ધરાવે છે. ત્યારે આ સમાજને એક પ્લેટફોર્મ પર લાવવા અને સમાજની એકતાને સંગઠનની શક્તિને મજબૂત કરવા (Unity of Modi Samaj) આ બેઠક યોજાઈ હતી.

મોદી સમાજમાં બનાવાયા વિવિધ સેલ

મોદી સમાજમાં બનાવાયા વિવિધ સેલ -જોકે, આ બેઠકમાં રાજકીય પાર્ટીની જેમ મોદી સમાજમાં પણ 15 જેટલાં અલગ અલગ સેલ બનાવવામાં આવ્યા છે. સાથે જ પ્રદેશ પ્રમુખની ટીમ સાથે 9 સભ્યો, 13 ઉપપ્રમુખ, 14 મંત્રીઓ, 13 સહમંત્રી, 1 ઓડિટરને 21 વિવિધ ઘટકોના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી હતી. આજે નિમાયેલા સમાજના તમામ હોદ્દેદારોને કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી (Purnesh Modi in the meeting of Modi Samaj) તથા સોમાલાલ મોદીના (Elder Brother of PM Modi Somalal Modi) હસ્તે નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

મોદી સમાજના લોકોને એક પ્લેટફોર્મ પર લાવવા પ્રયાસ

આ પણ વાંચો-આજથી ભાજપની બે દિવસીય ચિંતન બેઠક શરૂ, અમિત શાહ રહેશે ઉપસ્થિત

મોદી સમાજના લોકોને એક પ્લેટફોર્મ પર લાવવા પ્રયાસ -આ પ્રસંગે કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ (Purnesh Modi in the meeting of Modi Samaj) જણાવ્યું હતું કે, દેશમાં વસતા વિવિધ જ્ઞાતિના નામે 13 કરોડ જેટલાં મોઢ મોદી સમાજનાં લોકોને એક પ્લેટફોર્મ ઉપર લાવવાંનો પ્રયાસ હાથ ધરાશે. તેમ જ આગામી સમયમાં મુખ્યત્વે 4 ક્ષેત્રોમાં સમાજ આગળ વધશે, જેમાં એક સામાજિક ક્ષેત્રે, જેમાં પ્રસંદગી મેળા અને સમાજમાં સમૂહલગ્નનું આયોજન કરાશે, બીજું, ધાર્મિક ક્ષેત્રો કે, જેમાં કુળદેવી મોઢેસ્વરી માતા અને બહુચર માતાનાં મંદિરે વિશાળ પાટોત્સવનું આયોજન કરાશે. ત્રીજું, શિક્ષણ ક્ષેત્રે આઈ.એ.એસ ને આઈ.પી.એસ જેવી અનેક સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ ક્લાસ શરૂ કરાશે. ચોથું, રાજકીય ક્ષેત્રે નાના મોટા 100 જેટલાં ઘટકોને એક કરી રાજકીય મદદ કરી તેમનું ઉત્થાન કરવામાં આવશે.

કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી (Purnesh Modi in the meeting of Modi Samaj) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાલાલ મોદી પણ બેઠકમાં રહ્યા ઉપસ્થિત

આ પણ વાંચો-ગુજરાતના તમામ જિલ્લાના વિકાસ અધિકારીઓની ગાંધીનગરમાં બેઠક યોજાઇ, કામગીરીના લેખાજોખા જોવામાં આવ્યા

PM મોદીના મોટા ભાઈએ શું કહ્યું- તો આ પ્રસંગે સોમાલાલ મોદીએ (Elder Brother of PM Modi Somalal Modi) કન્યાઓની ઓછી સંખ્યા અંગે જણાવ્યું હતું કે, મોદી સમાજમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં દિકરીઓની અછત છે ને બેટી બચાઓનાં અનુસંધાનમાં કામગીરી કરવાનાં પ્રયાસો હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details