ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં સરકારની સહાયથી નારાજ ગૌશાળાના સંચાલકોની બેઠક યોજાઇ, મંગળવારે CMને રજૂઆત કરશે - ગૌશાળાના સંચાલકનું આંદોલન

કોરોના કાળમાં બનાસકાંઠા જિલ્લામાં પશુપાલકો અને ગૌશાળાના સંચાલકોની હાલત કફોડી બની છે. જિલ્લામાં છેલ્લા 15 દિવસથી પશુ સહાય આંદોલન ચાલી રહ્યું છે. જે અંતર્ગત ગૌશાળાના સંચાલકો અને ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને પૂર્વ પ્રધાન શંકર ચૌધરી સાથે બેઠક યોજાઇ હતી.

meeting
ડીસામાં સરકારની સહાયથી નારાજ ગૌશાળાના સંચાલકોની બેઠક યોજાઇ

By

Published : Sep 14, 2020, 11:00 PM IST

ડીસા: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 15 દિવસથી પશુ સહાય આંદોલન ચાલી રહ્યું છે. જે અંતર્ગત ગૌશાળાના સંચાલકો અને ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને પૂર્વ પ્રધાન શંકર ચૌધરી સાથે બેઠક યોજાઇ હતી. મંગળવારે ગૌશાળાઓને કાયમી સહાયની માગ સાથે સંચાલકો મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રજૂઆત કરશે.

ડીસામાં સરકારની સહાયથી નારાજ ગૌશાળાના સંચાલકોની બેઠક યોજાઇ
  • ડીસામાં ગૌશાળાના સંચાલકોની બેઠક યોજાઇ
  • મંગળવારે ગૌશાળાના સંચાલકો CMને રજૂઆત કરશે
  • કોરોના કાળમાં પશુપાલકો અને ગૌશાળાના સંચાલકોની હાલત કફોડી

બનાસકાંઠા જિલ્લામાં 15 દિવસથી ચાલી રહેલા પશુ સહાય આંદોલન મામલે સરકારે પાંજરાપોળને 100 કરોડની સહાય ચૂકવવાની વાત કરી છે. જો કે, ગૌશાળા સંચાલકો આ સહાય સ્વીકારવા તૈયાર નથી. આ મામલે ટેટોડા ગૌશાળા ખાતે 200થી પણ વધુ ગૌશાળા સંચાલકોની બેઠક યોજાઇ હતી. જેમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા અને પૂર્વ પ્રધાન શંકર ચૌધરી પણ હાજર રહ્યા હતા. જેમાં ગૌશાળા સંચાલકોએ પશુઓની સહાય માટે રજૂઆત કરી હતી. આ ઉપરાંત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી 100 કરોડની સહાયનો સ્વીકાર કરવાનો પણ ઇનકાર કર્યો છે. સરકારે પશુદીઠ 25 રૂપિયાની સહાય આપવાની વાત કરી છે, તે પણ વધારવી જોઈએ અને ગૌશાળાઓને કાયમી સહાય આપે તેવી માગણી ગૌશાળા સંચાલકોએ કરી છે.

ડીસામાં સરકારની સહાયથી નારાજ ગૌશાળાના સંચાલકોની બેઠક યોજાઇ

બેઠકમાં ગૌશાળાના સંચાલકોને ધારાસભ્ય અને પૂર્વ પ્રધાને પણ સમજાવ્યા હતા. આ ઉપરાંત સરકાર પણ ગૌશાળાઓ મામલે સંવેદનશીલ હોવાનું જણાવ્યું હતું. તમામ ગૌશાળાના સંચાલકો સાથે મંગળવારે ધારાસભ્ય પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રજૂઆત કરશે.

ABOUT THE AUTHOR

...view details