યાત્રાધામ અંબાજીએ કરોડો શ્રધ્ધાળુઓની આસ્થાનુ કેન્દ્ર છે. જ્યા રોજ અંબાજીમાં લાખોની સંખ્યામાં દર્શનાર્થી આવતા હોય છે. તો તેમની સુવિધા માટે રાજ્ય સરકાર અને અંબાજી મંદિરના દેવસ્થાન ટ્રસ્ટ કરોડો રુપીયાના ખર્ચે અનેક યોજનાઓ અમલમાં મુકાશે. તો નજીકના સમયમાં અંબાજી ખાતે ભાદરવી પુનમનો મેળો પણ ભરાશે. ત્યારે રાજ્યના યાત્રાધામ વિકાસ પ્રધાન વિભાવરી બેન દવેએ જીલ્લાના ઉચ્ચસ્તરીય અધીકારીઓની બેઠક અંબાજી યોજીને યાત્રીકોને અપાતી સુખ સુવિધા બાબતે સમીક્ષા કરી કરી હતી.
યાત્રાધામ વિકાસ પ્રધાન વિભાવરી બેન દવેએ અંબાજી ખાતે યોજી બેઠક - amubaji
અંબાજીઃ યાત્રાધામ અંબાજી કરોડો શ્રધ્ધાળુઓની આસ્થાનુ કેન્દ્ર છે. રોજેરોજ અંબાજીમાં લાખોની સંખ્યામાં યાત્રીકો દર્શનાર્થે આવતા હોય છે તેમની સુવિધા માટે રાજ્ય સરકાર અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ કરોડો રુપીયાના ખર્ચે અનેક યોજનાઓ અમલમાં મુકશે. આ તકે રાજ્યના યાત્રાધામ વિકાસ પ્રધાન વિભાવરી બેન દવેએ જીલ્લાના ઉચ્ચસ્તરીય અધીકારીઓની બેઠક અંબાજી ખાતે યોજી હતી, જેમાં અપાતી સુખ સુવિધા બાબતે તેમજ અંબાજીને સ્વચ્છ અને સુંદર બનાવવા બાબતે વધુ ભાર મુક્યો હતો.
િી્પ
ખાસ કરીને અંબાજીને સ્વચ્છ અને સુંદર બનાવવા બાબતે વધુ ભાર મુક્યો હતો. તો ગત વર્ષે ભાદરવી પુનમના મેળામાં પ્લાસ્ટીક મુક્તની થીમ મુકવામાં આવી હતી. તો આ વર્ષ કુપોષીત ગુજરાત,બેટી બચાવો ની થીંમ ઉપર મેળો આયોજીત કરાશે . એટલુ જ નહી અંબાજીમાં માથા નો દુખાવો સમાન ટ્રાફીક સમસ્યા હલ કરવા રીંગ રોડ બનાવવા તથા પાર્કીગની વ્યવસ્થા સુચારુ કરવા જણાવ્યુ હતુ .જ્યા વધુ ટ્રાફીક સમસ્યા સર્જાય છે ત્યા અધીકારો સાથે જાત રૂબરૂ મુલાકાત પણ કરી હતી.