પાલનપુર ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા જેલના ભોજનના નમૂના ફેલ - ખાદ્યસામગ્રીના નમૂના ફેલ
જિલ્લામાં પાલનપુર સબ જેલમાં કાચા કામના આરોપીઓને હલકી ગુણવત્તાવાળુ ભોજન આપવામાં આવતું હોવાની ઘટના સામે આવી છે. જેમાં ફૂડ વિભાગે લીધેલા ખાદ્ય સામગ્રીના બે સેમ્પલ ફેઇલ થતા ફૂડ વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા જેલના ભોજનના નમૂના ફેલ
બનાસકાંઠા : પાલનપુર ખાતે જિલ્લા સબ જેલ આવેલી છે. જેમાં અંદાજે ૪૦૦થી પણ વધુ કાચા કામના આરોપીઓને રાખવામાં આવે છે. જ્યાં આરોપીઓને આપવામાં આવતું ભોજન હલકી ગુણવત્તાવાળું હોવાનું સામે આવ્યું છે. પાલનપુર ફુડ વિભાગ દ્વારા એક મહિના અગાઉ સબ જેલમાંથી છ જેટલા ખાદ્ય સામગ્રી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ સેમ્પલ ચકાસવા માટે લેબમાં મોકલવમાં આવ્યા હતાં. જ્યાં ઘઉં અને હળદરમાં જીવાત હોવાના કારણે બે સેમ્પલ ફેલ થયા છે.