દાડીસા નગરપાલિકામાં પ્રમુખ તરીકે એક મહિલા છે, પરંતુ શાસન તેમના પતિનું ચાલી રહ્યું છે. ડીસા શહેરમાં આવેલા મારવાડી મોચી વાસ અને બ્રહ્મપુરી વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો વસવાટ કરે છે. પરંતુ ગત ચાર મહિનાથી આ વિસ્તારમાં પાલિકાએ નવો માર્ગ બનાવવાનું કહી જે માર્ગ હતો તેને પણ તોડી નાખ્યો છે. પાલિકા દ્વારા મુખ્યપ્રધાનના આગમનને લઇ અહીં નવો માર્ગ બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ મુખ્યપ્રધાનનો પ્રવાસ રદ્દ થઇ જતા પાલિકાએ પણ આ વિસ્તારમાં માર્ગ બનાવવાનું ટાળી દીધું હતું. જેથી સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત લોકોને વારંવાર અકસ્માતનો ભોગ બનવાનો વારો આવે છે. જેથી વિસ્તારના લોકો કંટાળીને નગરપાલિકા સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા.
ડીસાનો મારવાડી મોચીવાસ વિસ્તાર 12 વર્ષથી વિકાસની રાહ જોઈ રહ્યો છે - ડીસાના તાજા સમાચાર
બનાસકાંઠા: ડીસા શહેરમાં આવેલા મારવાડી મોચી વાસ બ્રહ્મપુરી વિસ્તારના લોકોમાં નગર પાલિકાનાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિકાસના નામે આ વિસ્તારમાં પાલિકાએ રસ્તા તોડી નાખ્યા હતા. જ્યાર બાદ 4 મહિના જેટલો સમય વિતવા છતાં પાલિકા દ્વારા રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી. જેથી સ્થાનિક લોકોએ પાલિકા વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં.
ગત ૧૨ વર્ષથી આ વિસ્તારના લોકોને કોઇપણ પ્રકારની સુવિધા મળી નથી. જેના કારણે આ વિસ્તારના લોકો તેમના વિસ્તારના વિકાસ માટે ડીસા નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરી છે. છતાં પણ ડીસા નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની સુવિધા આ વિસ્તારના લોકોને આપવામાં આવતી નથી. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં પડ્યા છે. તે ઉપરાંત આ વિસ્તારમાં સફાઇ કામદારો દ્વારા સફાઈ પણ કરવામાં આવતી નથી. જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ અંગે ડીસા નગરપાલિકાને છાસવારે રજૂઆત કરવા છતાં કોઈ પ્રકારની સુવિધા પુરી પાડવામાં આવી નથી.