બનાસકાંઠા: રાજ્ય સરકારે બજારો ખોલવાની મંજૂરી આપતાં આજે એક મહિના બાદ બજારો ફરી કાર્યરત થયા છે. સરકારની માર્ગદર્શિકાનો અમલ થાય તે માટેની કડક સૂચના છે. વેપારીઓએ આજે પોતાના ધંધા-રોજગાર શરૂ કરતાં બજાર ફરી કાર્યરત થયું હોય તેવો માહોલ સર્જાયો હતો.
બનાસકાંઠામાં બજાર ખુલ્યા, ગ્રાહકો વધતા પોલીસે બંધ કરાવ્યું - બનાસકાંઠા જિલ્લામાં વેપારીઓ એક મહિના બાદ ફરી પોતાના ધંધા-રોજગાર શરૂ
રાજ્ય સરકારે બજારો ખોલવાની મંજૂરી આપતાં આજે એક મહિના બાદ બજારો ફરી કાર્યરત થયા છે. સરકારની માર્ગદર્શિકાનો અમલ થાય તે માટેની કડક સૂચના છે. વેપારીઓએ આજે પોતાના ધંધા-રોજગાર શરૂ કરતાં બજાર ફરી કાર્યરત થયું હોય તેવો માહોલ સર્જાયો હતો.
રાજ્ય સરકારે આજથી કેટલાક ધંધા-રોજગાર શરૂ કરવા માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે. કોરોના મહામારી વચ્ચે આજે જિલ્લાના મુખ્ય મથકમાં વેપારીઓએ ધંધા-રોજગાર ફરી શરૂ કર્યા હતા. સરકારે આપેલી શરતી મંજૂરીમાં અનેક નિયમોનું પાલન કરવાની સૂચના અપાઇ છે. બનાસકાંઠા જિલ્લામાં વેપારીઓ એક મહિના બાદ ફરી પોતાના ધંધા-રોજગાર શરૂ કરતાં બજાર ચાલુ થયું હોય તેવો માહોલ દેખાયો હતો. વેપારીઓએ પોતાના ધંધા રોજગાર તો શરૂ કર્યા છે. પરંતુ મોટા ભાગના દુકાનદારો દ્વારા સરકારની કોઈ જ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું નથી.
મોટા ભાગની દુકાનો પર નથી તો સેનેટાઇઝની વ્યવસ્થા કે, નથી કોઈ સોશ્યિલ ડિસ્ટન્સ જળવાતું. જેના કારણે આરોગ્ય વિભાગે ચિંતા વ્યક્ત કરી છે. તેમજ આવા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠામાં આજથી આંશિક ધંધા રોજગાર શરૂ કર્યા છે. પરંતુ કોઈ જ જગ્યાએ પાલન ન થતા પોલીસ પણ લોકોને વેપારીઓને સમજાવી નિયમોનું પાલન થાય તેવા પ્રયાસો કરી રહ્યું છે.