ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્વૈચ્છિક લોકડાઉનના 3 દિવસ બાદ પણ અંબાજીની બજારો સૂમસામ - corona effect

અંબાજી પંથકમાં કોરોના દિન-પ્રતિદિન વધુ ને વધુ વકરતો જઈ રહ્યો છે. જેની ચેઇન તોડવા અંબાજીમાં સંપૂર્ણ બજારો બંધ રાખવા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઈ હતી. જેના પગલે ત્રણ દિવસ બંધ રહેલા બજારો શનિવારે ફરી ધબકતા થયા છે.

દુકાનોમાં વેપારીઓ નવરા બેઠેલા જોવા મળ્યા
દુકાનોમાં વેપારીઓ નવરા બેઠેલા જોવા મળ્યા

By

Published : Apr 24, 2021, 8:36 PM IST

Updated : Apr 24, 2021, 9:00 PM IST

  • અંબાજીમાં ત્રણ દિવસ બંધ રહેલા બજારો શનિવારે ફરી ધબકતા થયા
  • 3 દિવસ બાદ આ બજારો ખુલવા છતા બજારમાં જોવા મળ્યો સન્નાટો
  • દુકાનોમાં વેપારીઓ નવરા બેઠેલા જોવા મળ્યા

બનાસકાંઠા: જિલ્લાના અંબાજી પંથકમાં ત્રણ દિવસ બાદ આ બજારો ખુલવા છતાં બજારમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. જાણે લોકો કોરોનાથી ડરી ગયા હોય તેમ ત્રણ દિવસ બાદ ખુલતા બજારોને લઈ વેપારીઓની આશાઓ ઉપર પાણી ફરી વળ્યું હતું અને દુકાનોમાં વેપારીઓ નવરા બેઠેલા જોવા મળ્યા હતા.

3 દિવસ બાદ આ બજારો ખુલવા છતા બજારમાં જોવા મળ્યો સન્નાટો

આ પણ વાંચો: અમદાવાદઃ તહેવારોનો માહોલ છતાં કોરોનાના કારણે પાટડીના બજારો સૂમસામ

બજારો સૂમસામ દેખાયા

અંબાજીના તમામ વિસ્તારોમાં પણ એકલ-દોકલ લોકોની ચહલ-પહલ સિવાય બજારો સૂમસામ દેખાતા હતા. જોકે આ વેપારીઓને ફરીથી દરરોજ એક વાગ્યે બજારો બંધ કરવી પડશે અને તમામ વેપારીઓએ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ અને કોરોના પ્રતિરોધક રસી લીધા હોવાનું પ્રમાણ રાખવું પડશે. તે બાબતને લઈને પણ વેપારીઓ પોતાની સહમતી દર્શાવી રહ્યા છે. તમામ વેપારીઓ કોરોનાનો ટેસ્ટ કરાવે અને રસી લે તે આજના સમયની માંગ છે, તો જ બધા કોરોનાની ચેઇન તોડવામાં સફળ થઈ શકશે. તેમ વેપારીઓ જણાવી રહ્યા છે.

આ પણ વાંચો: હવે તો સુધરોઃ અમદાવાદમાં સ્વૈચ્છિક લોકડાઉનની દેખાઇ પાંખી અસર

વેપારીઓને ફરીથી દરરોજ 1 વાગ્યે બજારો બંધ કરવા પડશે

વેપારીઓએ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ અને કોરોના પ્રતિરોધક રસી લીધા હોવાનું પ્રમાણ રાખવું પડશે. જોકે અંબાજી પંથકમાં વધતા કોરોનાના સંક્રમણને લઈ કોરોના ટેસ્ટ ઉપર પણ ભાર મૂકાયો છે, પણ અંબાજીમાં RT-PCRના ટેસ્ટ કર્યા પછી તેનું પરિણામ 5થી 6 દિવસે આવે છે અને તેવામાં કોઈ કોરોના પોઝિટિવ હોય તો તે વ્યક્તિ બજારમાં ફરીને કોરોનાનું સંક્રમણ વધુ ફેલાવી શકે છે. તેવી દહેશત લોકોમાં જોવા મળી રહી છે. જેને લઈ RT-PCRના ટેસ્ટ રિપોર્ટ 24થી 36 કલાકમાં આપવા માંગ કરાઈ રહી છે.

Last Updated : Apr 24, 2021, 9:00 PM IST

ABOUT THE AUTHOR

...view details