બનાસકાંઠાઃ માનવતા ગ્રુપ ભાભર દ્વારા ભાભર તાલુકામાં લોક જાગૃતિ અને અનેક સેવાકીય કામગીરી કરવામાં આવે છે, શિયાળાની કડકડતી ઠંડીમાં જરૂરીયાત મંદ લોકોને ધાબળા, સ્વેટર ,બુટ, મોજા, જીવન જરૂરીયાત વસ્તુઓ અને ઉનાળામાં પાણીની પરબ પક્ષીઓ માટે પાણીના કુંડા ,ચકલી ઘર, બુટ, ચંપલ અને કોરોના જેવી મહામારીમાં લોકોને ભોજન જરૂરીયાત મંદ પરિવારોને કરિયાણાની કિટ અને લોકોને કોરોના સામે લડવા લોક જાગૃતિ જેવા અનેક કર્યો કરવામાં આવતું હોય છે.
માનવતા ગ્રુપ ભાભર દ્વારા જરૂરિયાત મંદ દિવ્યાંગોને ટ્રાઈસિકલનું વિતરણ કરાયું
માનવતા ગ્રુપ ભાભર દ્વારા ભાભર તાલુકામાં લોકજાગૃતિ અને અનેક સેવાકીય કામગીરી કરવામાં આવે છે. ત્યારે માનવતા ગ્રુપ ભાભર દ્વારા જરૂરિયાતમંદ દિવ્યાંગોને ટ્રાઈસિકલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
માનવતા ગ્રુપ ભાભર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે જેમાં દિવ્યાંગજન સમાજના અભિન્ન અંગ છે, જે દિવ્યાંગજનોનો સહારો બને છે, તે સાચા અર્થમાં માનવ છે. આ પંક્તિ માનવતા ગ્રુપએ સાર્થક કરી છે. ભાભર તાલુકાના ઊંડાઈ ગામના ઠાકોર સુરસંગજી ધરસીજી તેમના જુવાનજોધ દીકરાઓના અકાળે નિધન થતા માનસિક તણાવમાં આવીને દિવ્યાંગ બની ગયા હતા અને સુરસંગજીની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી 20 વર્ષથી ઘર બહાર નીકળ્યા ન હતા, માનવતા ગ્રુપ ભાભરને જાણ થતા માનવતા ગ્રુપ ભાભરની ટીમ દ્વારા રૂબરૂ મુલાકાત લઇને ટ્રાઈસિકલ આપવામાં આવી અને સુરસંગજી ઠાકોર 20 વર્ષે સાયકલ લઈને ઘર બહાર નીકળ્યા આમ માનવતા ગ્રુપ ભાભર દ્વારા અનોખી માનવીય કાર્ય કરવા આવ્યું હતું.