બનાસકાંઠાઃ જિલ્લામાં ચોરીની ઘટના સામે આવી હતી. સુઇગામ અને વાવ પંથકમાં ચોરીના બનાવો સતત સામે આવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં દાગીના પહેરીને ખેતરે જતી મહિલાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.
બનાસકાંઠાના લીંબુણી ગામની મહિલા પાસેથી સોનાની વીંટી ઝૂંટવી શખ્સ ફરાર - Gujarat News
બનાસકાંઠા જિલ્લાના સુઇગામના લિબુંણી ગામે વૃદ્ધ મહિલા પાસેથી સોનાની વીંટી ઝૂંટવી એક શખ્સ ફરાર થઈ ગયો હતો. આ અજાણ્યા શખ્સ વિરૂદ્ધ મહિલાએ સુઈગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
બનાસકાંઠા જિલ્લાના લીંબુણી ગામની મહિલા પાસેથી સોનાની વીંટી ઝૂંટવી શખ્સ ફરાર, નોંધઇ ફરિયાદ
સુઇગામના લિબુંણી ગામની વૃદ્ધ મહિલા ખેતરે જઇ રહી હતી તે દરમિયાન એક અજાણ્યા શખ્સે આવી અને મહિલા પાસેથી સોનાની વીંટી ઝૂંટવી ફરાર થઈ ગયો હતો. વીંટી ચોરી કરનારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ મહિલાએ સુઈગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સુઇગામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કોરોનાના કારણે ગૂનાઓમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ અનલોક થતાં ની સાથે ફરી અને અકસ્માત, હત્યા અને ચોરી જેવી ઘટનાઓનું પ્રમાણ વધવા લાગ્યું છે.