ગુજરાત

gujarat

ETV Bharat / state

Cannabis Seized from Banaskantha : ડીસા પોલીસે ગાંજા સાથે આરોપીની કરી અટકાયત

બનાસકાંઠાના ડીસા ઉત્તર પોલીસે ગાંજાનો (Cannabis Seized from Banaskantha) જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત પોલીસે એક આરોપીને બોચી દબોચી બીજા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Cannabis Seized from Banaskantha : ડીસા પોલીસે ગાંજા સાથે આરોપીની અટકાયત કરી સમગ્ર નેટવર્કની તપાસ હાથ ધરી
Cannabis Seized from Banaskantha : ડીસા પોલીસે ગાંજા સાથે આરોપીની અટકાયત કરી સમગ્ર નેટવર્કની તપાસ હાથ ધરી

By

Published : Mar 11, 2022, 10:39 AM IST

બનાસકાંઠા : રાજસ્થાનની સરહદથી કેટલીકવાર પોલીસને મળેલી બાતમીના આધારે બોર્ડર પરથી આવી ગેરકાયદેસર (Cannabis Seized from Banaskantha) પ્રવૃત્તિ અટકી જતી હોય છે. પરંતુ છેલ્લા એક વર્ષમાં બનાસકાંઠા જિલ્લાની બોર્ડર પરથી અનેક વાર મોટા પ્રમાણમાં નશીલા પદાર્થો પોલીસે ઝડપી પાડ્યા છે ખાસ કરીને ગાંજાનું રાજસ્થાનમાંથી સૌથી વધુ હેરાફેરી કરવામાં આવે છે. ત્યારે ફરી એકવાર ડીસા પોલીસે 5 કી.લો ગાંજા સાથે એક આરોપીની અટકાયત કરી સમગ્ર નેટવર્કની તપાસ હાથ ધરી છે.

ડીસા પોલીસે ગાંજા સાથે આરોપીની અટકાયત કરી સમગ્ર નેટવર્કની તપાસ હાથ ધરી

આ પણ વાંચો:Cannabis seized from Morbi: વાંકાનેરના રહેણાંક મકાનમાંથી 6.5 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

પાંચ કિલો ગાંજો ઝડપાયો

ડીસા ઉત્તર પોલીસને બાતમીના આધારે સાંચોરથી ડીસા આવી રહેલી બસમાં મહાદેવ મેઘવાળ નામનો વ્યક્તિ ગાંજો લઈ તેના વેચાણ આવી રહ્યો હતો. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપી મહાદેવ મેઘવાળ 5 કિલો 766 ગ્રામ જેટલા ગાંજાના જથ્થા સાથે ઝડપી (Man Arrested with Cannabis in Deesa) પાડયો છે. જેની પાસેથી ગાંજા સહિત કુલ 61060 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:Police seized Drugs in Vapi: સ્કૂલબેગમાં ડ્રગ્સ ભરીને ઉભેલા 2 આરોપીઓની ધરપકડ, મહારાષ્ટ્રથી લવાયો હતો 16 કિલો ગાંજો

પોલીસે કોલ ડીટેલ ના આધારે તપાસ શરૂ કરી

આરોપી મહાદેવ મેઘવાળ 5 કિલો 766 ગ્રામ ગાંજો (Quantity of Cannabis in Gujarat) લઈ ડીસાના ફીરોજ સિપાઈને આપવા આવી રહ્યો હતો. જેથી પોલીસે ફિરોજ સિપાઈ નામના શખ્સ સામે પણ NDPS એક્ટ મુજબ ગુનો નોંધી તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. મહાદેવ મેઘવાળ કેટલા સમયથી ગાંજાની હેરાફેરી કરતો હતો તેમજ અગાઉ કેટલાક લોકો સાથે તેણે ગાંજાનો વેપાર કર્યો છે. આ તમામ બાબતોને લઇ પોલીસે કોલ ડિટેલના આધારે અન્ય આરોપીઓ અને સમગ્ર (Deesa North police seized marijuana) નેટવર્કની તપાસ હાથ ધરી છે. હાલ તો પોલીસે ગાંજા સાથે ઝડપાયેલા આરોપીની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે.

ABOUT THE AUTHOR

...view details