બનાસકાંઠાઃ હિન્દુ ધર્મમાં તહેવારોનું એક અનોખુ મહત્વ રહેલું છે, દેશમાં એકમાત્ર હિન્દુ ધર્મ છે, જ્યાં સૌથી વધુ દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવે છે. પરંતુ હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાવાઇરસની મહામારીના કારણે તમામ મંદિરો પર ભેગા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, ત્યારે હવે હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર મહિનો શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે. ત્યારે આ મહિનામાં અનેક હિન્દુ ધર્મના પવિત્ર તહેવારો આવી રહ્યા છે. ત્યારે સોમવારથી શરૂ થતાં માં દશામાના વ્રત દશામાના ભક્તો દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. પરંતુ આ વર્ષે કોરોનાવાઇરસની મહામારીના કારણે ઉત્તર ગુજરાતનું એકમાત્ર સૌથી મોટું મંદિર જે ડીસા ખાતે આવેલ છે, ત્યાં આ વર્ષે એકપણ ધાર્મિક કાર્યક્રમ યોજાશે નહીં.
ડીસામાં દશામાનો મેળો રદ, માસ્કવાળી મૂર્તિ બનાવી લોકોને અપાયો અનોખો સંદેશો ડીસાના રેલવે સ્ટેશન વિસ્તાર આવેલ વર્ષો જૂના માં દશામાંના મંદિરે દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે, દર વર્ષે આ મંદિરે 10 દિવસ માટે મંદિરે આવતા લોકો માટે મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાવાઇરસની મહામારીના કારણે આ મંદિરે તમામ પ્રકારના કાર્યક્રમો રદ્ કરવામાં આવ્યા છે. કોરોનાવાઇરસની મહામારી ફેલાય નહીં તે માટે મંદિરના પુજારી દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.
ડીસામાં દશામાનો મેળો રદ, માસ્કવાળી મૂર્તિ બનાવી લોકોને અપાયો અનોખો સંદેશો સોમવારથી શરૂ થતાં માં દશામાના વ્રતને લઇને મંદિરના પુજારી દ્વારા લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવી, માસ્ક પહેરી અને સેનિટાઈઝર કરીને જ મંદિરમાં દર્શન કરવા માટે આવી શકશે. બાકીના કોઈ પણ વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સોમવારથી શરૂ થતાં માં દશામાના વ્રતમાં લોકોએ ઘરે બેસીને જ માં દશામાની પૂજા અર્ચના કરવી બનતા સુધી લોકોમાં સંક્રમણ વધે નહીં તે માટે મંદિરમાં આવવું નહીં તેવી પણ અપીલ કરવામાં આવી હતી.
ડીસામાં દશામાનો મેળો રદ, માસ્કવાળી મૂર્તિ બનાવી લોકોને અપાયો અનોખો સંદેશો ડીસાના કુંભારવાસ વિસ્તારમાં 50થી પણ વધુ પરિવાર દર વર્ષે માટીના માં દશામાની મૂર્તિઓ બનાવી વેચાણ કરે છે, પરંતુ આ વર્ષે કોરોના વાઇરસની મહામારીના કારણે ધંધા-રોજગાર પર મોઠી અસર જોવા મળી છે. બીજી તરફ સતત કોરોના વાઇરસની વધતી જતી મહામારીના કારણે આ વિસ્તારના લોકોએ એક અનોખો સંદેશો લોકોને આપ્યો હતો, જેમાં આ વિસ્તારમાં હજારોની સંખ્યામાં માં દશામાની માટીની મૂર્તિઓ બનાવવામાં આવે છે અને તમામ મૂર્તિઓને માસ્ક પહેરાવી સંદેશો આપવામાં આવ્યો હતો કે લોકો ફરજિયાત માસ્ક અને સેનેટાઈઝર કરીને જ બહાર જાય.
ડીસામાં દશામાનો મેળો રદ, માસ્કવાળી મૂર્તિ બનાવી લોકોને અપાયો અનોખો સંદેશો હાલમાં કોરોનાવાઇરસની મહામારી ચાલી રહી છે, જેની સીધી અસર હિન્દુ ધર્મના અનેક તહેવારો પર જોવા મળી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હિંદુ ધર્મનો પવિત્ર મહિનો શ્રાવણ માનવામાં આવે છે. આ મહિનામાં હિન્દુ ધર્મના અનેક તહેવારો આવે છે. પરંતુ આ વર્ષે કોરોના વાઇરસની મહામારીના કારણે લોકો દરેક તહેવારોની ઉજવણી ઓછી કરશે તેવું લાગી રહ્યું છે.
ડીસામાં દશામાનો મેળો રદ, માસ્કવાળી મૂર્તિ બનાવી લોકોને અપાયો અનોખો સંદેશો