બનાસકાંઠા: આજે વહેલી સવારથીજ અંબાજીના (makar sankranti 2022) હાઈવે માર્ગો ઉપર આદીવાસી લોકો ઘાસચારાના પુળા ખડકી દીધા હતા. ઘાસ અને પશુ બન્નેનું સમન્વય એકજ જગ્યાએ જોવા મળ્યુ, જ્યારે તેટલા જ પ્રમાણમાં લીલો ચારો પણ ઉપલબ્ધ કરી દેવાયો હતો, તો બીજી બાજુ માલધારીઓ પણ પોતાના પશુઓને એકજ જગ્યાએ ઉભા કરી દેતા પુણ્ય કરનારાઓને ઘાસ અને પશુ બન્નેનું સમનવય એકજ જગ્યાઓ મળી ગયુ હતુ.
હિન્દુ સંસ્કૃતિમાં ગાયને માતા ગણવામાં આવે છે
હિન્દુસંસ્કૃતિમાં ગાયને વેદ લક્ષણ માતા ગણવામાં આવતી હોવાથી આજે મુંગા પશુઓને ઘાસ ખવડાવવાનુ વિશેષ મહત્વ સમાયેલુ છે, જોકે આજે વહેલી સવારજી અંતરીયાળ વિસ્તારોમાંથી નાના મોટા અનેક આદીવાસી લોકો ઘાસ ચારો લઈને અંબાજી પહોચી ગયાને એક તરફ લોકો પુણ્ય કરી રહ્યા હતા, ત્યા આદીવાસી લોકો ઘાસચારો વેચી કમાણી કરી રહ્યા હતા.