ગુજરાત

gujarat

ETV Bharat / state

Mohanthal Vs Chikki: અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ શરૂ થતાં માઈ ભક્તોમાં ખુશીનો માહોલ, દાંતા રાજવીએ PM નો આભાર માન્યો

ગુજરાતના પવિત્ર અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદને ફરી ચાલુ કરવાના નિર્ણય પાછળ ગુજરાતની જનતા, ધાર્મિક સંસ્થાનો અને સર્વે સનાતન ધર્મ પ્રેમીઓ દ્વારા કરાયેલ ધર્મયુદ્ધની જીત થઈ છે. ભક્તોમાં અનેરો આનંદ થયો છે. સરકાર અને મંદિર ટ્રસ્ટીઓએ જે નિર્ણય લીધો છે, તેને વધાવ્યો છે.

mai-devotees-happy-as-mohanthal-prasad-starts-in-ambaji-danta-rajvi-thanks-pm
mai-devotees-happy-as-mohanthal-prasad-starts-in-ambaji-danta-rajvi-thanks-pm

By

Published : Mar 14, 2023, 5:37 PM IST

અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ શરૂ થતાં માઈ ભક્તોમાં ખુશીનો માહોલ

અમદાવાદ/અંબાજી:છેલ્લાં 11 દિવસથી કોંગ્રેસ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ભાજપના સ્થાનિક કાર્યકરોએ મોહનથાળ પ્રસાદ બંધ કર્યો તેનો ભારે વિરોધ કર્યો હતો અને લડત ચાલુ રાખી હતી. વિરોધને કારણે મંદિરમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ ચાલુ કરાયો છે. જેથી માઈ ભક્તો ખુશ થયા છે. ભક્તોમાં અનેરો આનંદ થયો છે.

કોંગ્રેસે લડત આપી, તેની જીત:ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી દ્વારા અંબાજીમાં મોહનથાળ પ્રસાદ બંધ કરવાનો જે ભાજપ દ્વારા મનસ્વી નિર્ણય લેવામાં આવ્યો હતો. તેની સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી દ્વારા સનાતન ધર્મીઓને સાથે રાખીને સતત લડત આપવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીએ અમદાવાદમાં આ અવિચારી નિર્ણયનો જનતા સાથે રહીને વિરોધ કર્યો હતો. અંબાજીમાં આવેદનપત્ર આપ્યું હતું અને અંબાજીમાં મોહનથાળ પ્રસાદ વિતરણની વ્યવસ્થા કરી હતી. પાલનપુર કલેકટરને આવેદનપત્ર આપવમાં આવ્યું હતું.

અવિચારી નિર્ણય સામે કોંગ્રેસે અવાજ ઉઠાવ્યો:ગુજરાત કોંગ્રેસના પ્રવકતા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં ઠેરઠેર ગુજરાતના મંદિરોમાં મોહનથાળ પ્રસાદ વહેંચીને પ્રતિકારાત્મક વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ જગદીશ ઠાકોર અને આગેવાનોએ પણ આ મુદ્દાને અનુલક્ષીને અમદાવાદની અંદર માધુપુરા ખાતે મોહનથાળ પ્રસાદ ધરાવીને ભાવિક ભક્તોને વહેંચીને જડબેસલાક આંદોલનની તૈયારી દાખવી હતી. વિધાનસભાની અંદર પણ વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા તથા પક્ષના ધારાસભ્યોએ આ પ્રશ્નને ઉઠાવ્યો હતો. પવિત્ર યાત્રાધામ બોર્ડને આવેદનપત્ર આપ્યું હતું. મે સૌ પ્રથમ આ અન્યાય સામે અવાજ ઉઠાવીને અંબાજીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રતિનિધિ મંડળને સાથે રાખીને આવેદન પત્ર આપ્યું હતું અને મોહનથાળ પ્રસાદ ચાલુ નહિ થાય તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ આપી હતી.

ગુજરાતની જનતાની જીત:હેમાંગ રાવલે જણાવ્યું હતું કે આજે જ્યારે સરકાર દ્વારા સુખદ નિર્ણય લેવામાં આવ્યો છે અને સરકારે પીછેહટ કરીને સનાતન ધર્મીઓની આસ્થાને ઠેસ પહોંચાડતો નિર્ણય પાછો ખેંચીને મોહનથાળ પ્રસાદ ચાલુ કર્યો છે. આ જીત સર્વે ગુજરાતની જનતાની, ધાર્મિક સંસ્થાનોની અને સર્વે સનાતન ધર્મ પ્રેમીઓની છે.

માઈ ભક્તો ખુશ થયા:અંબાજી મંદિરમાં દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુએ ETV Bharat ને જણાવ્યું હતું કે મોહનથાળનો પ્રસાદ ચાલુ થતાં અમે બધા ખુશ થયા છીએ. માએ સરકારને સદબુદ્ધિ આપી છે. હું દર પૂનમે દર્શન કરવા આવું છું અને મોહનથાળનો પ્રસાદ આરોગીને મન પ્રફુલ્લિત થાય છે. પણ પહેલી વાર એવું બન્યું કે આ હોળીવાળી પૂનમે દર્શન કરવા આવ્યો ત્યારે મોહનથાળનો પ્રસાદ અમને ન મળ્યો. ત્યારે માતાજીને પ્રાર્થના કરી હતી. અને આજે સરકાર- મંદિર ટ્રસ્ટીઓએ મળીને મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કર્યો છે, તે આવકારદાયક છે. માતાજી બધાને સદબુદ્ધિ આપે અને ગુજરાત ખૂબ પ્રગતિ કરે.

આ પણ વાંચોAmbaji Temple : અંબાજી મંદિરમાં મોહનથાળ અને ચિક્કીનો બંને પ્રસાદ મળશે, સરકારની સતાવાર જાહેરાત

દાંતા રાજવી મહારાજ પરમવીરસિંહે મા અંબાના દર્શન કર્યા:દાંતા સ્ટેટના રાજવી મહારાજ પરમવીર સિંહે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરું છું. હવે સાબિત થયું છે કે ગુજરાત અને ભારતમાં હિન્દુત્વની સનાતન સરકાર છે. હું હવે માતાજીના દર્શન કરવા જઈશ. મે મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરી હતી કે મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ થાય અને આજે સરકારે નિર્ણય કર્યો છે તે મુજબ મોહનથાળનો પ્રસાદ શરૂ થયો છે. જેથી હું દર્શન કરવા આવ્યો છું.

આ પણ વાંચોpavagadh mahakali temple: અંબાજી બાદ પાવાગઢ મંદિરે શ્રીફળ ન વધારવાનો નિર્ણય

સરકારના નિર્ણયને વધાવ્યો:અંબાજી શહેર ભાજપના ઉપપ્રમુખ સુનીલ બ્રહ્મભટ્ટે ETV Bharat ને જણાવ્યું હતું કે અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ પ્રત્યે ભકતોને ભારે આસ્થા હતા. તે પ્રસાદ બંધ થતાં તમામ માઈ ભક્તો, સંગઠનોમાં ભારે આક્રોશ હતો. મે પણ ઉપપ્રમુખ પદેથી અને ભાજપના સક્રિય કાર્યકર પદેથી રાજીનામું આપી દીધું હતું. આ વિરોધનો વિજય થયો છે. અને સરકારના આ નિર્ણયને ચાચર ચોકથી હું વધાવી રહ્યો છું.

ABOUT THE AUTHOR

...view details