- ડીસામાં દુષ્કર્મ મામલે સ્પેશિયલ ઓપરેશન ટીમ દ્વારા તપાસની માગ
- મહિલા આયોગ, જિલ્લા પોલીસવડા, કલેક્ટર તેમજ સાંસદની યોજાઇ બેઠક
- સંગઠનો દ્વારા આવેદનપત્ર, વેપારીઓએ દુકાનો રાખી બંધ
- વકીલોએ આરોપીઓનો કેસ ન લડવાનો લીધો નિર્ણય
બનાસકાંઠા: ડીસાની એક મૂકબધીર અગિયાર વર્ષની સગીરા પર દુષ્કર્મ બાદ તેની ગરદન કાપી હત્યા કરી દેવાતા સમગ્ર જિલ્લામાં રોષ ફાટી નીકળ્યો છે. લોકો દ્વારા પીડિતાને શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે તેમજ આરોપીને ફાંસીની સજા થાય તેવી માગ ઉઠી છે.
હત્યાની તપાસ માટે બેઠક યોજાઈ
સોમવારે રાષ્ટ્રીય મહિલા આયોગના ડૉ. રાજુલા દેસાઈએ આ અંગે જિલ્લા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલ, જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, જિલ્લાના સાંસદ પરબત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. રાજુલા દેસાઈએ જણાવ્યું હતું કે, પીડિતાની હત્યા ખૂબ જ નિર્મમ રીતે કરવામાં આવી છે અને આરોપીને કડક સજા થવી જોઈએ.
ડીસામાં દુષ્કર્મની ઘટના મામલે મહિલા આયોગ દ્વારા સ્પેશિયલ ટીમની રચના કરવા માગ હત્યાનું કારણ અકબંધ
આ પીડિતાની હત્યા બલી ચડાવવા માટે કરવામાં આવી હોય તેવી ચર્ચા થઇ રહી છે. તેમજ હત્યા સાથે કેટલા આરોપીઓ સંકળાયેલા છે તેની પણ તપાસ થવી જોઈએ અને તે માટે સ્પેશિયલ ઓપરેશન ટીમ બનાવવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી છે.
ડીસામાં દુષ્કર્મની ઘટના મામલે મહિલા આયોગ દ્વારા સ્પેશિયલ ઓપરેશન ટીમની રચના કરવા માગ વિવિધ સંગઠનો દ્વારા આવેદનપત્ર અપાયું
વિવિધ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપી આરોપીને કડક સજાની માગ કરવામાં આવી છે. તેમજ ડીસાના વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ પાલનપુર વકીલ એસોસિએશનએ આરોપીને ફાંસીની સજા થાય અને આરોપી તરફથી કોઈ વકીલ કેસ નહીં લડે તેવો નિર્ણય લીધો હતો.
ડીસામાં દુષ્કર્મની ઘટના મામલે મહિલા આયોગ દ્વારા સ્પેશિયલ ટીમની રચના કરવા માગ હત્યાના પગલે ડીસામાં દુકાનો બંધડીસા ખાતે તમામ વેપારીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. આરોપીને કડકમાં કડક સજા થાય અને 12 વર્ષીય કિશોરીના પરિવારને ન્યાય મળે તે માટે માગ કરી હતી. આજે ડીસા શહેરમાં આવેલા તમામ માળી સમાજના વ્યાપારીઓએ સ્વયંભૂ દુકાનો બંધ રાખવામાં આવી હતી અને હત્યાનો ભોગ બનનાર દીકરીને ન્યાય મળે અને આરોપીને ફાંસીની સજા થાય તે માટે માંગણી કરવામાં આવી હતી.
ડીસામાં દુષ્કર્મની ઘટના મામલે મહિલા આયોગ દ્વારા સ્પેશિયલ ટીમની રચના કરવા માગ