- કોરોના મહામારીમાં અનેક લોકોના મોત
- કોરોના વાઇરસની મહામારીથી મુક્તિ મળે તે માટે મહારુદ્ર યજ્ઞ યોજાયો
- ત્રણ દિવસ ચાલેલા આ મહાયજ્ઞમાં ભક્તોએ યજ્ઞમાં આહુતિ આપી
બનાસકાંઠા: સમગ્ર વિશ્વમાં છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસની મહામારીના કારણે લોકોનું જનજીવન અસ્ત-વ્યસ્ત બની ગયું છે. અત્યાર સુધી આ કોરોના વાઇરસની મહામારીમાં વિશ્વમાં અનેક લોકોના મોત પણ થયા છે. ભારત દેશમાં પણ ચાલુ વર્ષે કોરોના વાઇરસની મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને વધેલા સંક્રમણના કારણે કોરોના વાઇરસના અસંખ્ય કેસો સામે આવી ગયા હતા. સતત વધતા જતા કોરોના દર્દીઓના કારણે ઓક્સિજન અને ઇન્જેક્શનની અછત સર્જાઇ હતી અને આ પરિસ્થિતિના કારણે કોરોના દર્દીઓના મોત પણ નીપજ્યા હતા.
જિલ્લાના તમામ તાલુકાઓમાં ધંધા-રોજગાર બંધ રહેતા વેપારીઓની હાલત કફોડી બની
સતત ત્રણ મહિના સુધી બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં ધંધા-રોજગાર બંધ રહેતા વેપારીઓની હાલત કફોડી બની છે. ધંધા-રોજગાર બંધ હતા બનાસકાંઠા જિલ્લાના અર્થતંત્ર પણ ખોરવાઈ ગયું છે અત્યાર સુધી કોરોનાવાયરસ ના કેસ તો ઓછા થયા છે પરંતુ હજુ સુધી રાબેતા મુજબ ધંધા-રોજગાર શરૂ નથી થયા જેના કારણે હાલમાં તમામ વેપારીઓ ધંધા વગર નવરા બેઠા નજરે પડી રહ્યા છે.
આ પણ વાંચો:કોરોનાથી સમગ્ર વિશ્વની મુક્તિ થાય તે માટે જૂનાગઢના ભારતી આશ્રમમાં યજ્ઞ યોજાયો
કોરોના મહામારી અટકાવવા યજ્ઞ યોજાયો