ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસાના સિંધી કોલોની વિસ્તારમાં અંબે માંના મંદિરે મહાઆરતી યોજાઇ - બનાસકાંઠા સમાચાર

બનાસકાંઠાઃ ડીસાના સિંધી કોલોની વિસ્તારમાં માં અંબેના ૨૫ વર્ષ જૂના મંદિર ખાતે શુક્રવારે કેક કાપી મહાઆરતી ઉતારી તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતાં.

ambe mataji temple
ડીસા

By

Published : Jan 11, 2020, 6:39 AM IST

હિન્દુ ધર્મમાં શ્રદ્ધા અને આસ્થાનું એક અનેરૂ મહત્વ રહેલું છે. હિંદુ ધર્મ દેવી-દેવતાઓનો ધર્મ માનવામાં આવે છે. ખાસ કરીને હિંદુ ધર્મમાં સૌથી વધારે ભક્તિ જોવા મળે છે ત્યારે શુક્રવારે હિન્દુ ધર્મમાં પોષી પૂનમને મોટી પૂનમ માનવામાં આવે છે અને બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને 51 શક્તિપીઠ ધરાવતું અંબાજી મંદિર ખાતે આજે માં અંબે ના પ્રાગટ્ય દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે.

ડીસાના સિંધી કોલોની વિસ્તારમાં અંબે માંના મંદિરે મહાઆરતી યોજાઇ

આજે શુક્રવારે ડીસા શહેરમાં પણ છેલ્લા 25 વર્ષ જુના સિંધી કોલોની વિસ્તારમાં આવેલા માં અંબે ના મંદિર ખાતે પણ તેમના જન્મદિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આજુ બાજુના ભક્તો દ્વારા સૌપ્રથમ મહાઆરતી કરવામાં આવી હતી જે બાદ માં અંબેનો જન્મદિવસ હોય કેક કાપી અને આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ડીસા ખાતે માં અંબેના સૌથી મોટા મંદિરને શણગારવામાં આવ્યું હતું અને આજુબાજુ માંથી મોટી સંખ્યામાં ભક્તો માં અંબે ના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details