બનાસકાંઠા: વર્ષો પહેલા જ્યારે મનોરંજન માટે કંઈ સાધનો ન હતા, ત્યારે ગામે ગામ લોકોને મનોરંજન પૂરું પાડવા માટે મદારીઓ જતા હતા, પરંતુ સમયના બદલવા સાથે સરકારે મદારીઓના ખેલ પર પ્રતિબંધ લગાવી દીધો અને જે પણ મદારીઓ મનોરંજન માટે ગામે ગામ ખેલ કરતા હતા તે બંધ થઈ ગયા. આજના યુગમાં પણ કંટાળેલ માણસ મનોરંજન શોધે છે. મનને રંજન આપે તે મનોરંજન આજના યુગમાં ટી.વી. મલ્ટીપ્લેક્ષ સિનેમાગૃહો, નાટ્યગૃહો વગેરે છે. અગાઉના જમાનામાં પણ માણસ રોજની ઝંઝાળમાંથી છુટી મનોરંજન માણતો હતો. તે ભવાયાની ભવાઈ , મલ્લનટના કુસ્તીના ખેલ, મદારીના ખેલથી કમાતો હતો, પરંતુ આજના આ આધુનિક સમયમાં લોકોને સમય ઓછો મળતા ધીરે ધીરે આ તમામ ખેલો ગાયબ થવા લાગ્યા છે. આજે લોકો માત્ર પોતાના પરિવારનું ગુજરાન ચાલવવા માટે પૈસા કમાવવામાં પડ્યા છે.
બીજી તરફ આજે નવી નવી રમતોની શરૂઆત થતાં જૂના જમાનાની તમામ રમતો લોકો ભૂલી રહ્યાં છે. મદારી આમ તો મૂળ રાજસ્થાનના વતની હોવાનુ મનાય છે. પોતે પોતાની જાતને મુળ ગરાસિયા ગણાવે છે. અગાઉના સમયમાં તેમના કોઇ પૂર્વ જ મુલસમાન બાઈને ઘરમાં લાવેલી તેથી હિન્દુ રાજાઓએ બહિષ્કાર કરતાં આ ધંધો હાથ ધરેલો. આમ તો સામાન્ય રીતે માંકડા, સાપ, નોળિયા, રીંછ જેવા પ્રાણીઓ રાખીને થોડીક હાથ ચાલાકી પણ કરી મનોરંજન કરાવી પેટિયું રળતી કોમ છે. વરસાદની સીઝન પુરી થાય ત્યાંથી પેટિયું રળવા એક ગૃપમાં નીકળી જાય. વગડામાં તેઓ પડાવ નાખે ને અલગ અલગ ગામે જઈ લોક મનોરંજન કરાવી ગુજરાન ચલાવે. મદારીઓ તેમણે પાળેલાં માકડાંને મારી મારીને નાનપણથી જ તાલીમ આપે.