- કોરોના વાઇરસની મહામારીના કારણે અનેક લગ્ન પ્રસંગ મોકૂફ
- વધતા જતા કોરોના વાઇરસના કારણે અનેક ધંધા-રોજગાર બંધ
- સરકાર માંગણી નહીં પુરી કરે તો આંદોલન કરવાની ચીમકી
બનાસકાંઠાઃકોરોના મહામારીની શરૂઆત સાથે જ ટ્રાવેલ્સના ધંધા પર તેની માઠી અસર પડી છે અને અત્યારે એ સ્થિતિ આવીને ઉભી છે કે આ ટ્રાવેલ્સનો ધંધો મરણ પથારીએ પહોંચી ગયો છે. આ ટ્રાવેલ્સ ઉદ્યોગને બેઠું કરવા માટે અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળના પ્રમુખ દિનેશભાઈ ધરણા પર બેઠા છે. જેને સમર્થન આપવા માટે આજે ગુરૂવારે ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રવાસી વાહનસંચાલક મહામંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ માળી અને મહામંત્રી પણ ધરણા પર બેઠા છે.
સરકાર માંગણી નહીં પુરી કરે તો આંદોલન કરવાની ચીમકી આ પણ વાંચોઃ લગ્ન કેન્સલ થતાં ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીને 200 કરોડ રૂપિયાથી પણ વધુનું નુકસાન
ઓફિસમાં ધરણા પર બેઠા
કોરોના મહામારી હોવાના કારણે તેઓ પોતાની ઓફિસમાં જ સરકાર સામે સહાયની માગ સાથે ધરણા પર બેસી ગયા છે. ટ્રાવેલ્સના માલિકોની માંગણી છે કે, સરકાર ટેક્ષમાં પ્રથમ છ મહિના સુધી સંપૂર્ણ માફી આપે, નોનયુઝ એડવાન્સ ટેક્સમાંથી કાયમી ધોરણે મુક્તિ અને આર્થિક સહાય પેકેજ જાહેર કરે તેવી માંગણી કરી છે.
વધતા જતા કોરોના વાઇરસના કારણે અનેક ધંધા-રોજગાર બંધ અનેક લગ્ન પ્રસંગો મોકૂફ રાખવામાં આવ્યા
જે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, તેને લઈ હાલમાં સમગ્ર ગુજરાતમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ મહામારી પહેલા અનેક લોકોએ લગ્નના મુહૂર્ત કઢાવ્યા હતા પરંતુ છેલ્લા બે મહિનાથી કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થતાં અનેક લગ્ન પ્રસંગો બંધ રહ્યા છે. જે પણ લગ્ન પ્રસંગે યોજાનાર છે તેમાં પણ સરકારની ગાઇડલાઇન મુજબ લગ્ન પ્રસંગ યોજાશે. કોરોનાની સૌથી મોટી અસર ટ્રાવેલ્સના ધંધા પર જોવા મળી રહી છે. દર વર્ષે ટ્રાવેલ્સના સંચાલકો લગ્ન પ્રસંગ દરમિયાન સારી કમાણી કરતા હતા પરંતુ છેલ્લા બે વર્ષથી સતત કોરોના વાઇરસની મહામારીના કારણે ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા લોકોને નુકસાન થયું છે. આ વર્ષે પણ કોરોના વાઇરસની મહામારીના કારણે હાલમાં ટ્રાવેલ્સનો ધંધો ભાંગી પડયો છે.
કોરોના વાઇરસની મહામારીના કારણે અનેક લગ્ન પ્રસંગ મોકૂફ આ પણ વાંચોઃ નાઈટ કરફ્યૂના કારણે એક મહિનામાં હોટેલ ઇન્ડસ્ટ્રીઝને અંદાજીત 200 કરોડ રૂપિયાનું નુકસાન
વધતા જતા કોરોના વાઇરસના કારણે અનેક ધંધા-રોજગાર બંધ
કોરોના મહામારી હાલ ચરમસીમાએ પહોંચી છે. દરરોજે રેકોર્ડ બ્રેક નવા કેસ સામે આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ રોજેરોજ કોરોના 100થી વધુ કેસ નોંધાઇ છે. કોરોનાના બીજા રાઉન્ડની લગ્ન સિઝન અગાઉ જ શરૂઆત થઈ ગઈ છે. જેના કારણે સરકારે પણ કોરોના મહામારી અટકાવવા માટે સભાઓ, મેળાવડાઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે અવે લગ્ન માટે માત્ર 50 લોકોને જ પરવાનગી આપી છે. જેના કારણે લગ્ન આધારિત ધંધા-રોજગારીઓને કરોડો રૂપિયાનું નુક્સાન થયુ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. આ સિવાય પણ લગ્ન સિઝન આધારિત હાલમાં કોરોના વાઇરસની મહામારીના કારણે અનેક લોકોના ધંધા-રોજગાર બંધ થઈ ગયા છે. જેના કારણે હાલ તમામ લોકોની હાલત કફોડી બની ગઈ છે.
ગુજરાતમાં કોરોના વાઇરસની મહામારીને કારણે ટ્રાવેલ્સના ધંધામાં કરોડોનું નુકસાન