ગુજરાત

gujarat

ETV Bharat / state

દાંતીવાડા યુનિવર્સિટીમાં આંબાની ખેતીમાં નુકશાન: કેરીના ભાવમાં વધારો - iffect of taukte cyclone

રણના કિનારે વસેલા બનાસકાંઠા જિલ્લામાં કૃષિ વૈજ્ઞાનિકોએ વિજ્ઞાનની મદદથી આંબાવાડીનું સર્જન કર્યું છે. જેમાં રોપવામાં આવેલા કલમી આંબા પર આવતી મીઠી મધુર કેરીઓ લોકોને આકર્ષી રહી છે. પરંતુ આ વર્ષે કુદરતી વરસાદ અને વાવાઝોડાના કારણે કેરીના આંબાવાડીમાં મોટુ નુકશાન વેઠવું પડ્યુ છે.

દાંતીવાડા યુનિવર્સિટીમાં આંબાની ખેતીમાં નુકશાન: કેરીના ભાવમાં વધારો
દાંતીવાડા યુનિવર્સિટીમાં આંબાની ખેતીમાં નુકશાન: કેરીના ભાવમાં વધારો

By

Published : Jun 17, 2021, 9:54 AM IST

  • દાંતીવાડા યુનિવર્સિટીમાં આંબાની ખેતીમાં નુકશાન
  • દર વર્ષ આ વર્ષે કરતા કેરીના ભાવમાં વધારો
  • ઉત્પાદનમાં થયેલા નુકસાનના કારણે વેપારીઓમાં ઘટાડો

બનાસકાંઠાઃચાલુ વર્ષે જિલ્લામાં અને કુદરતી હોનારતના કારણે ખેડૂતોને અને બાગાયતી ખેતી કરતા ખેડૂતોને મોટુ નુકસાન વેઠવું પડે છે. ખાસ કરીને આ વર્ષે આવેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોને બાગાયતી પાકમાં સૌથી વધુ નુકસાન વેઠવું પડ્યુ છે. રણના કિનારે વસેલા જિલ્લામાં પાણીની તંગી હંમેશા રહેતી હોય છે. ત્યારે પાણીની તંગીનો સામનો કરી રહેલા જિલ્લામાં બાગાયતી ખેતી કરવી એ સ્વપ્ન સમાન છે. પરંતુ આ સ્વપ્નને સાકર કર્યું છે દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિ યુનિવર્સિટીએ. દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિ યુનિવર્સિટીમાં પ્રાયોગિક ધોરણે કૃષિના વિધાર્થીઓ માટે આંબાના છોડ વાવવામાં આવ્યા હતા. આ છોડની મદદ અહી અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને કલમ પદ્ધતિ શીખવવામાં આવતી હતી. બાદમાં આ છોડ મોટા થયા અને તેના પર કેરીઓ આવવાની શરૂઆત થઈ છે. કલમ પદ્ધતિથી વાવવામાં આવેલા આ આંબાઓમાં કેસર, જમાદાર, રાજપુરી અને દેશી કેરીઓના આંબા હતા. તેની વિશાળ આંબાવાડી તૈયાર કરવામાં આવી. ત્યારબાદ તેની પર ફળ આવવાની શરૂઆત થતાં યુનિવર્સિટી દ્વારા અત્યારે આ આંબાવાડીને લીઝ પર આપવામાં આવી રહી છે. આ રણ પ્રદેશમાં પણ આંબાની અલગ અલગ જાતની કેરીઓનું મબલખ ઉત્પાદન થઈ રહ્યું છે.

દાંતીવાડા યુનિવર્સિટીમાં આંબાની ખેતીમાં નુકશાન: કેરીના ભાવમાં વધારો

કુદરતી હોનારતમાં નુકશાન

દાંતીવાડાની સરદાર કૃષિ યુનિવર્સિટીએ રણમાં જેમ ગુલાબ ખીલે છે તેવી જ રીતે વિજ્ઞાનની મદદથી કલમી આંબા રોપીને સુંદર આંબાવાડી બનાવી છે. આ આંબાવાડીમાં ઊંચી ગુણવત્તાવાળી કેરીઓનું ઉત્પાદન ખૂબ જ સારું થઈ રહ્યું છે. પરંતુ આ વર્ષે અહી પણ કેરીનાં પાકમાં નુકશાન જોવા મળી રહ્યું છે. ગત માસમાં આવેલા તાઉતે વાવાઝોડાને પગલે સરદાર કૃષિ યુનિવર્સિટીમાં આવેલી આ આંબાવાડીમાં ઝાડ પર જ લટકેલી કેરીઓનો ખૂબ જ મોટી સંખ્યામાં ખરી પડી હતી..તેના લીધે આ વર્ષે ઉતારો ખૂબ જ ઓછો હોવાથી આર્થિક નુકશાન થયુ છે.

આ પણ વાંચોઃગીર સોમનાથમાં ખેતીની નુકસાનીનો સર્વે પૂર્ણ, 125 કરોડથી વધુની રાહત સહાય ચૂકવવાનો અંદાજ

તૌકતે વાવાઝોડાના પગલે કેરીના ભાવમાં વધારો

આમ તો દર વર્ષે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં મોટા પ્રમાણમાં સારી ગુણવત્તાવાળી કેરીનું ઉત્પાદન થતું હતું. જિલ્લાના અનેક વેપારીઓ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે વેપાર કરવા માટે કેરી ખરીદવા માટે જતા હતા. પરંતુ આ વર્ષે કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે કેરીના ઉત્પાદન પર મોટી અસર જોવા મળી રહી છે. જેના કારણે વેપારીઓ પણ ઓછી સંખ્યામાં ખરીદી કરવા માટે આવી રહ્યા છે. બજારમાં જે વેપારીઓ કેરીનો વેપાર કરે છે તે વેપારીઓ પણ હવે છેલ્લા કેટલાક વર્ષથી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી આંબાવાડીમાં કેરીની ખરીદી કરવા પહોંચી રહ્યા છે. કારણ કે અહી કેરી કુદરતી રીતે પકવવામાં આવે છે અને દક્ષિણ ગુજરાતમાંથી આવતી કેરી કરતાં કિંમત સસ્તી હોવા ઉપરાંત સ્વાદિષ્ટ હોય છે. એકવાર ગ્રાહક આ કેરી લઈ જાય ત્યાર પછી વારંવાર આ કેરીની માંગ કરતાં હોય છે. જેને પગલે બજારના વેપારીઓ પણ અહીથી જથ્થાબંધ ભાવે કેરી ખરીદી કરીને જાહેર બજારમાં વેચાણ અર્થે લઈ જતાં હોય છે. ગત વર્ષે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં કેરીનો ભાવ 700 રૂપિયા જેટલો હતો. પરંતુ આ વર્ષે કુદરતી હોનારતમાં થયેલા કેરીના પાકને નુકસાનના કારણે કેરીઓના ભાવ પણ 800થી વધુ થઈ ગયા છે. જેના કારણે વેપારીઓને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

વેપારીઓની સાથે હવે છૂટક ખરીદી કરવા માટે ગ્રાહકો પણ પહોંચે

સરદાર કૃષિ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી આ આંબાવાડીમાં ઊંચી ગુણવત્તા વાળી કેરીનું ઉત્પાદન થાય છે. અહીં દૂર દૂરથી જથ્થાબંધ ભાવે કેરી ખરીદવા વેપારીઓ આવતા હોય છે. પરંતુ વેપારીઓની સાથે સાથે હવે છૂટક ખરીદી કરવા માટે ગ્રાહકો પણ સીધા કૃષિ યુનિવર્સિટી પહોંચી રહ્યા છે. તેમની પસંદગીના આંબા પરથી તોડવામાં આવેલી કેરીની ખરીદી કરી રહ્યા છે. ગ્રાહકોનું માનવું છે કે, અહી જે કેરી આવે છે તે કેરી કાર્બાઈટ ફ્રી કેરી હોય છે. તેમજ સ્વાદિષ્ટ હોવા ઉપરાંત બજાર કરતાં સસ્તી મળે છે. જેથી આ આંબાવાડીમાં બે ચાર કિલો કેરીની ખરીદી કરવા માટે પણ લોકો પહોંચી રહ્યા છે.

આ પણ વાંચોઃપાટણમાં મધ્ય રાત્રિએ તોફાની પવનથી સોલાર પેનલ્સની પ્લેટ્સ હવામાં ઉડી

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની કેરીની માંગ

દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિ યુનિવર્સિટીમાં કેરીઓનું ઉત્પાદન થાય છે. તેનાથી હજુ પણ બનાસકાંઠા જિલ્લાની જનતા પૂરી પરિચિત ન હોવાથી આજે પણ જિલ્લામાં દક્ષિણ ગુજરાતમાંથી આવતી કેરીની માંગ રહે છે. પરંતુ સરદાર કૃષિ યુનિવર્સિટીમાં જે રીતે ઝાડ પરથી તોડીને તાજી અને કાર્બાઈટ ફ્રી કેરીનો સ્વાદ જો લોકોના મોઢા સુધી પહોંચે તો લોકો ચોક્કસથી આ 100 ટકા ઓર્ગેનિક કેરીનાં સ્વાદને ભૂલી શકે નહીં.

ABOUT THE AUTHOR

...view details