ગુજરાત

gujarat

ETV Bharat / state

પવિત્ર શ્રાવણ માસમાં બનાસનદીના કિનારે વસેલા ભગવાન વિશ્વેશ્વર મહાદેવના દર્શન... - હિન્દૂ ધર્મનો પવિત્ર મહિનો શ્રાવણ

હાલમાં હિન્દૂ ધર્મનો પવિત્ર મહિનો શ્રાવણ ચાલી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં બનાસનદીના કિનારે વસેલા વિશ્વેશ્વર મહાદેવના કરો દર્શન....

પવિત્ર શ્રાવણ માસમાં કરો ભગવાન વિશ્વેશ્વર મહાદેવના દર્શન
પવિત્ર શ્રાવણ માસમાં કરો ભગવાન વિશ્વેશ્વર મહાદેવના દર્શન

By

Published : Aug 12, 2020, 7:40 PM IST

બનાસકાંઠાઃ જિલ્લાની ધરતીને પવિત્ર ભૂમિ માનવામાં આવે છે. કારણ છે આ ભૂમિ પર અનેક સંતોએ તપ કરી આ ધરતીને પાવન કરી છે. બીજી માન્યતા મુજબ બનાસકાંઠાની ભૂમિ પર જ્યારે પાંડવો 14 વર્ષના વનવાસ માટે નીકળ્યા હતા, ત્યારે બનાસકાંઠાના જગલોમાં ફરી ભગવાન ભોળાનાથના શિવલિંગની અનેક સ્થળો પર પૂજા કરી હતી.

પવિત્ર શ્રાવણ માસમાં કરો ભગવાન વિશ્વેશ્વર મહાદેવના દર્શન

કહેવામાં આવે છે કે, જ્યારે પાંડવોને જ્યારે વનવાસ આપવામાં આવ્યો હતો, ત્યારે પાંડવો ફરતા-ફરતા બનાસકાંઠાની પવિત્ર ભૂમિ પર પહોંચ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં તે સમયે મોટા-મોટા જગલો અને સુંદર વાતાવરણ પાંડવોને વધારે પસંદ આવ્યું હતું અને બનાસનદીના ખળખળ વહેતા પાણીને જોઈ તે નદીની બાજુમાં અનેક શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. સમય જતાં આ જગ્યા પર સંતો આવી તે જગ્યા પર મોટું મંદિરને બનાવી પૂજા અર્ચના કરવામાં આવી અને આ મંદિરોના નામ અલગ-અલગ પાડવામાં આવ્યા હતા. તેમાનું એક મંદિર બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢ પાસે ખળખળ વહેતી બનાસનદીના કિનારે અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલું વિશ્વેશ્વર મહાદેવનું મંદિર.

પવિત્ર શ્રાવણ માસમાં કરો ભગવાન વિશ્વેશ્વર મહાદેવના દર્શન

આ મંદિરનો ઇતિહાસ પૌરાણિક છે. આ મંદિરમાં ભગવાન ભોળાનાથના શિવલિંગની સ્થાપના પાંડવો દ્વારા કરવામાં આવી હતી. પાંડવો જ્યારે આ પવિત્ર ભૂમિ પર પહોંચ્યા, ત્યારે અહીંયા બનાસનદી વહેતી હતી. પાંડવોનું એવું માનવામાં આવે છે કે, પાંડવો શિવજીની પૂજા કર્યા વગર પાણી પીતા ન હતા. જેથી આ જગ્યા પર શિવજીની પૂજા કરી અને બનાસનદીમાંથી પાણી પીધું હતું. આ મંદિરની સ્થાપના કુંતીમાતા દ્વારા કરવામાં આવી હતી. ત્યારથી આ મંદિરને વિશ્વેશ્વર મહાદેવના નામથી ઓળખવામાં આવે છે.

સમય જતા આ મંદિરની પૂજા અર્ચના અનેક સંતો દ્વારા કરવામાં આવી. આજે પણ શ્રાવણ મહિનામા આ મંદિરે દર વર્ષે મોટો મેળો ભરાય છે અને અહીંયા દૂર-દૂરથી ભાવિક ભક્તો પોતાની મનોકામના પુરી કરવા માટે આ મંદિરે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવા માટે આવે છે અને ભોળાનાથના સાક્ષસાત અનેક ચમત્કાર પણ આ મંદિરે જોવા મળે છે. દર શ્રાવણમાસમાં આ મંદિરે રોજના હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે અને અહીંયા દસ હજાર જેટલા બીલીપત્ર ચડે છે. ઉપરાંત અભિષેક, રૂદ્રી અને મહિમાનના પાઠ પણ ભક્તો દ્વારા કરવામાં આવે છે.

પવિત્ર શ્રાવણ માસમાં કરો ભગવાન વિશ્વેશ્વર મહાદેવના દર્શન

અરવલ્લીની ગિરિમાળાઓમાંથી નીકળતી બનાસનદીના કિનારે જૂની સરોત્રી ગામમાં વિશ્વેશ્વર મહાદેવનું મંદિર આવેલું હોવાથી દર વર્ષે આ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ભોળાનાથની ભક્તિ કરવા માટે આવે છે. આ મંદિરની આજુબાજુ કુદરતે જાણે માનભરી સૌંદર્ય પાથર્યું હોય તેવા કુદરતી દ્રશ્યો જોવા મળે છે. મંદિરની બાજુમાં દર શ્રાવણ માસમાં બનાસનદી પાણી વહેવાનું ચાલુ થઈ જાય છે. જેથી આજુબાજુથી મોટી સંખ્યામાં લોકો નદીમાં નહાવા માટે આવે છે. શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથના લાખોની સંખ્યામાં આ મંદિરે પોતાનું શીશ નમાવી ભોળાની પૂજા-અર્ચના કરે છે.

પવિત્ર શ્રાવણ માસમાં કરો ભગવાન વિશ્વેશ્વર મહાદેવના દર્શન

આ વર્ષે કોરોના વાઈરસની મહામારી વચ્ચે આ મંદિરે દર્શન કરવા માટે પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. જેના કારણે આ વર્ષે શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથના ભક્તોની સંખ્યામાં ઘટાડો થયો છે. કુદરતના ખોળે આવેલું આ ઐતિહાસિક મંદિર છે. સંસ્કૃતિની ધરોહર છે. માત્ર ધાર્મિકત સાથે નહીં પરંતુ સાંસ્કૃતિક અને ભૌગલિકતા સાથે મંદિરનું એક અનેરૂ મહત્વ છે. આ માત્ર એક સાંસ્કૃતિક ભૌગોલિક અને ધાર્મિકનો એક અનેરો સમન્વય છે. તે હાલના સમયમાં ઉજાગર થતો આપણને દેખાય છે. અહીંયા મહાદેવની અસીમ કૃપા છે. જેના સાનિધ્યમાં પર્વતોની વચ્ચે નદી ખળખળ વહેતી હોય અને એવું પ્રકૃતિનું સૌંદર્ય ખીલી ઉઠે છે. જેથી કરીને આપણને લાગે કે માં ભોમએ સાક્ષાતએ ઈશ્વરનું સ્વરૂપ અહીંયા આપણને તાદ્રશ્ય થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.

હિન્દૂ ધર્મમાં શ્રવણ માસમાં ભગવાન ભોળાનાથની ભક્તિ કરવાનો વિશિષ્ટ મહિનો માનવમાં આવે છે. જેથી દર વર્ષે શ્રાવણ માસમાં શિવજીના ભક્તો શિવજીને રીઝવવા આખો મહિનો ઉપવાસ રાખી ભગવાન ભોળાનાથની ભકિતમાં લિન બની જાય છે. પરંતુ આ વર્ષે કોરોના વાઈરસની મહામારીના કારણે બનાસકાંઠા જિલ્લાના તમામ પૌરાણિક મંદિરો પર ભક્તોની ઓછી હાજરી જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details