બનાસકાંઠાઃ હાલમાં કોરોનાવાયરસના કારણે સમગ્ર વિશ્વ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. ખાસ કરીને કોરોના વાઇરસની સૌથી વધુ અસર ગરીબ પ્રજા પર જોવા મળી રહી છે. જે લોકો રોજીંદા મજૂરી કરી પોતાનું ગુજરાતન ચલાવતા હતા તે તમામ લોકોની પરિસ્થિતિથી હાલ ગંભીર રીતે જોવા મળી રહી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૧ દિવસના લોકડાઉન આપ્યા બાદ સૌથી વધુ વિકટ પરિસ્થિતિ ગરીબ લોકોમાં જોવા મળી હતી.
ડીસામાં સસ્તા અનાજ રેશન કાર્ડ ધારકોની ભીડ ઉમટી - મફત અનાજ વિતરણ
હાલમાં કોરોના વાઇરસના કારણે વિશ્વ આજે ગંભીર પરિસ્થિતિમાં જીવન ગુજારી રહ્યો છે. ત્યારે સૌથી વધારે ગરીબ પ્રજા માટે આજથી દરેક રાજ્યની સરકાર દ્વારા પુરવઠો પૂરો પડવાનું શરૂ કરાયું છે. જેના કારણે ગરીબ પ્રજા 2 કીલોમીટર સુધીની લાઈનોમાં ઉભા રહી રાશન મેળવી રહ્યા છે.
આ પરિસ્થિતીને પહોંચી વળવા અનેક સંસ્થાઓ દ્વારા આવા ગરીબ લોકોને સમયસર ભોજન મળી રહે તે માટે ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું. ત્યારે આજથી ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના તમામ રેશનિંગની દુકાનો પર આજથી ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યના 60 લાખ રાશન કાર્ડ ધારકોને રેશન આપવાનું શરૂ કર્યું છે. જેમાં તમામ લોકોને 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા અને કુટુંબ દીઠ 1 કીલો ખાંડ, 1 કીલો દાળ અને 1 મીઠું વિનામૂલ્ય આપવાનું નક્કી કર્યું છે.
ત્યારે આજે સવારથી જ લોકોની લાંબી લાંબી લાઈનો લાગી હતી અને લોકો રાશન મેળવવા 2 કી.મી. સુધી લાઈનોમાં ઉભા રહ્યા હતા. આજે પ્રથમ દિવસે ઓનલાઇન આપવાનું શરૂ કરતાં મોટી મોટી લાઈનો લાગી હતી પરંતુ રેશન ધારકોને પહોંચી ન વળતા આખરે રેશનકાર્ડ ધારકોને ઓફ લાઇન કરવાની વારી આવી હતી.