બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ દેખાઈ રહ્યું છે, સરહદી વિસ્તારમાં એક પછી એક તીડનું મોટું આક્રમણ થતાં જોવા મળી રહ્યું છે. છેલ્લા 12 દિવસથી સતત વધી રહેલા તીડના આક્રમણથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે,ત્યારે વહીવટીતંત્ર પણ તીડ પર નિયંત્રણ મેળવવા માટે નિષ્ફળ રહી છે.
થરાદમાં તીડનો આતંક, ખેડૂતોની માઠી દશા
બનાસકાંઠાઃ જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરી એકવાર તીડનું મોટું આક્રમણ થયું છે. થરાદના કાશવી ગામમાં કરોડોની સંખ્યામાં તીડે આક્રમણ કરતા હાલ ખેડૂતોના ખેતરમાં એક પણ પાક બચ્યો નથી.
બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાં તીડનો આતંક,ખેડૂતોની માઠી દશા
થરાદના અનેક ગામોમાં હાલ તીડ આક્રમણથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે, ત્યારે આ બાબતે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઇ પટેલ પણ તીડ ગ્રસ્ત વિસ્તારમાં પહોંચી ગયા હતા અને તાત્કાલિક ધોરણે આ બાબતે સરકારને જાણ કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.