ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં તીડનું આક્રમણ વધતાં જિલ્લા તીડ નિયંત્રણ ટીમ કામે લાગી - Locust invasion in Banaskantha district

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત તીડનું આક્રમણ યથાવત છે. ગ્રામીણ વિસ્તાર બાદ હવે શહેરી વિસ્તારોમાં પણ તીડનું આક્રમણ થતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. જેને પગલે કેન્દ્ર સરકારની બે ટીમ અને સ્થાનિક સાત ટીમ સહિત કુલ નવ ટીમ તીડ નિયંત્રણના કામે લાગી છે.

Banaskantha
બનાસકાંઠા

By

Published : Jun 12, 2020, 7:50 AM IST

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત તીડનું આક્રમણ યથાવત છે. ગ્રામીણ વિસ્તાર બાદ હવે શહેરી વિસ્તારોમાં પણ તીડનું આક્રમણ થતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. જેને પગલે કેન્દ્ર સરકારની બે ટીમ અને સ્થાનિક સાત ટીમ સહિત કુલ નવ ટીમ તીડ નિયંત્રણના કામે લાગી છે.

બનાસકાંઠા જિલ્લામાં તીડ આક્રમણ

જિલ્લામાં ખેડૂતો પર એક પછી એક મુશ્કેલીઓ આવી રહી છે. જેમાં છેલ્લા એક વર્ષની અંદર સતત પાંચમી વખત તીડના ઝુંડોએ બનાસકાંઠામાં આક્રમણ કર્યું છે. છેલ્લા ત્રણ દિવસથી સરહદી વિસ્તારોને ઘમરોળ્યા બાદ હવે ડીસા શહેરી વિસ્તારોમાં પણ તીડના ઝુંડ કહેર વરસાવી રહ્યાં છે. તીડ નિયંત્રણ માટે કેન્દ્ર સરકારની બે ટીમો અને સ્થાનિક સાત ટીમો સહિત કુલ નવ ટીમો કામે લાગી છે. જેમાં નવ ટીમો તીડના ઝુંડ પર દવાઓનો છંટકાવ કરી તેને નિયંત્રણમાં લેવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં તીડ આક્રમણ
બનાસકાંઠા જિલ્લામાં એક તરફ કોરોના તેનો કહેર વરસાવી રહ્યો છે, ત્યારે બીજી તરફ છેલ્લા અઠવાડિયાથી વાતાવરણમાં પણ પલટો આવતા કમોસમી માવઠું થયું હતું. જોરદાર પવન અને આંધી સાથે વારંવાર થઇ રહેલા કમોસમી માવઠાને કારણે પણ ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ત્યારે હવે તીડનું આક્રમણ થતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. છેલ્લા એક વર્ષની અંદર સતત પાંચમીવાર તીડના ઝુંડે આક્રમણ કરતા ખેડૂતો અને તંત્ર પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યું છે. હજારો નહીં લાખો નહીં પરંતુ કરોડોની સંખ્યામાં આવતા તીડને નિયંત્રણ કઈ રીતે કરવું તે પણ એક મોટી સમસ્યા છે. ત્યારે તીડના આક્રમણ લઈને ખેડૂતો પણ ચિંતિત બની રહ્યા છે.તીડના આક્રમણને લઇને ખેડૂતો સતત ચિંતાતુર થઈ ગયા છે. જોકે, હજુ પણ તીડના મોટા ઝુંડ આવવાની શક્યતાઓ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આવનાર સમયમાં આકાશી આફત તીડ કેટલો કહેર મચાવશે, તે તો તીડના આવ્યા બાદ જ ખ્યાલ આવશે. પરંતુ અત્યારે જે પ્રકારે તેનુ આક્રમણ વધી રહ્યું છે. તેના કારણે ખેડૂતને પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઇ છે.

ABOUT THE AUTHOR

...view details