બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને હાલ પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો છેલ્લા એક વરસથી અને કુદરતી આફતોનો સામનો કરી મોટું નુકસાન વેઠી રહ્યા છે, જેમાં થોડા મહિના અગાઉ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું છે. જે બાદ તીડના આક્રમણથી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતોને પાકમાં મોટું નુકસાન થયું હતું, ત્યારબાદ ઇયળોનો ઉપદ્રવ પડતા ખેડૂતોને ઉભો પાક નષ્ટ થયો હતો.
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને તીડ આક્રમણથી મોટું નુકસાન - બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો
બનાસકાંઠાઃ જિલ્લામાં ખેડૂતો પર કુદરત જાણે રૂઠી હોય તેમ એક પછી એક મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા દસ દિવસથી તીડના ભયંકર આક્રમણથી જિલ્લાના અનેક ગામોમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે.
હાલમાં ફરીથી છેલ્લા દસ દિવસથી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં તીડના આક્રમણથી મોટું નુકસાન થયું હતું આટલું આક્રમણ ઓછું પડતું હોય તેમ તીડનું આક્રમણ ધીમે ધીમે બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકામાં પહોંચ્યુ હતું. જ્યાં ખેડૂતોના ખેતરમાં જીરું, રાયડુ, એરંડા અને બટાટાના પાકને ખાઈ જતા ખેડૂતો મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના વાવ સૂઇગામ થરાદ ભાભર ડીસા પાલનપુર વડગામ ધાનેરા અને અન્ય તાલુકાઓમાં તીડના આક્રમણથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે.
બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાન અને પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે, જેના કારણે હાલ આ વિસ્તારોમાંથી તીડના ઝુંડ આવતા ખેડૂતોના ખેતરોમાં પાક નષ્ટ થવા આવી ગયો છે, ત્યારે હાલ બનાસકાંઠા જિલ્લાનો ખેડૂત એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સરકાર આ તીડ પર નિયંત્રણ મેળવી અને ખેડૂતોને થયેલા નુકસાનની તાત્કાલિક ભરપાઇ કરે તેવી હાલ ખેડૂતોની માંગ છે.