બનાસકાંઠાઃ સરહદી વિસ્તારોમાં ફરી એકવાર તીડના ઝુંડો એ આક્રમણ કરતાં ખેડૂતો ભયભીત બની ગયા છે. રાજસ્થાન તરફથી આવેલા તીડના ઝુંડોએ 3 તાલુકાના 6 ગામમાં આક્રમણ કરતા તંત્ર એલર્ટ બન્યું છે.
બનાસકાંઠા માટે તીડના ઝુંડોએ પાસ કઢાવ્યો હોય તેમ લાગી રહ્યું છે. એક જ વર્ષમાં એક, બે વાર નહિ પરંતુ પાંચમી વાર તીડના ઝુંડોએ આક્રમણ કર્યું છે. સરહદી વિસ્તારના ખેડૂતો આમેય કમોસમી માવઠું અને કોરોનાની સમસ્યાથી પીડાતા હતા. તેવામાં ફરી એકવાર તીડના ઝુંડોએ આક્રમણ કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા એક જ વર્ષમાં પાકિસ્તાનથી આવેલા તીડના ઝુંડનો પાંચમી વાર બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ધામા નાખ્યા છે. વાવ, સુઇગામ અને ભાભર તાલુકાના 7 ગામમાં આક્રમણ કરતા ખેડૂતોએ તીડને ભગાડવા દેશી નુસખાં અપનાવી રહ્યાં છે. જે ગામમાં તીડ આવ્યા છે ત્યાં તીડને ભગાડવા માટે સ્થાનિક ગામ લોકો અને ખેડૂતો થાળી વગાડી, ધુમાડો કરીને કે ઢોલ વગાડીને તીડને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ફરી તીડ આક્રમણ
બનાસકાંઠામાં સરહદી વિસ્તારોમાં ફરી એકવાર તીડના ઝુંડો એ આક્રમણ કરતાં ખેડૂતો ભયભીત બની ગયા છે. રાજસ્થાન તરફથી આવેલા તીડના ઝુંડોએ 3 તાલુકાના 6 જેટલા ગામમાં આક્રમણ કરતા તંત્ર એલર્ટ બન્યું છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરી તીડ આક્રમણ
પાકિસ્તાન તીડને કંટ્રોલ કરવામાં નિષ્ફળ નીવડતા તીડના ઝુંડ રાજસ્થાનમાં પ્રવેશતા હોય છે. ત્યાંથી પવનની દિશા બદલાતાં મુજબ આ ઝુંડ બનાસકાંઠાના સરહદી વિસ્તારો તરફ વળ્યા છે. ત્યારે જિલ્લા ખેતીવાડી વિભાગ અને તીડ નિયંત્રણ વિભાગની ટીમો પણ દવાઓનો છંટકાવ કરી તીડને ભગાડવા માટે પ્રયાસ કરી રહી છે. જો કે, આ તીડ રૂપી આકાશી આફતથી જિલ્લાવાસીઓને કાયમી છુટકારો ક્યારે મળશે તે જોવું રહ્યું.