ધાનેરામાં બની રહેલા નવા પુલની કામગીરી રહીશો માટે માથાનો દુઃખાવો બની છે. જે અંગે સ્થાનિકોએ ઘાનેરા પ્રાંત અઘિકારીને આવેદન આપી રજૂઆત કરી હતી.
ધાનેરામાં રેલવે ઓવરબ્રિજની કામગીરીથી સ્થાનિકોને મુશ્કેલીમાં, પ્રાંત અધિકારીને આવેદન કરી રજૂઆત - Locals were disturbed by the railway overbridge operation in Dhanera
ડીસાઃ ધાનેરા ડીસા હાઇવે પર આવેલી જલારામ અને વિવેકાનંદ સોસાયટી રહીશોને નવા પુલની કામગીરી અને ગટરની સમસ્યાને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેને લઈ સ્થાનિકોએ પ્રાંત અધિકારીને આવેદન આપી રજૂઆત કરી હતી. સાથે આ સમસ્યાનું વહેલીતકે નિવારણ લાવવાની માગ કરી હતી.
ETV BHARAT
આવેદનમાં જણાવ્યું હતું કે, સર્વિસ રોડ રેલવે લાઈનને ક્રોસ કરતો નથી. જેના કારણે અકસ્માત સર્જાવી ભિતી રહે છે. તેમજ ડ્રેનેજ આઉટ ગટરની સમસ્યાને કારણે બંને સોસાયટીને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આથી રહીશોના હિત ધ્યાનમાં લઈ તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે. જો વહેલી તકે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો, સ્થાનિકોએ ગાંઘી ચિંધ્યા માર્ગે આંદોનલની ચિમકી ઉચ્ચારશે.