ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં પાણીની ટાંકીથી સ્થાનિક લોકો પરેશાન - Gujarat News

ડીસા શહેરના શિવનગર વિસ્તારમાં આવેલું પાણીની ટાંકી અત્યારે આસપાસ લોકો માટે જીવના જોખમ સમાન સાબિત થઇ રહ્યું છે ટાંકી બન્યા ને તો હજુ માત્ર એક જ વર્ષ થયું છે અને ટાંકો લિકેજ થવાની શરૂઆત થતા લોકો ભયથી ફફડી રહ્યા છે. ત્યારે તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા આ પાણીની ટાંકીને રિપેર કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માગ ઉઠી છે.

બનાસકાંઠા
બનાસકાંઠા

By

Published : Mar 10, 2021, 10:30 PM IST

  • મના શિવનગર વિસ્તારમાં પાણીની ટાંકીથી સ્થાનિક લોકો પરેશાન
  • ડીસાના શિવ નગર વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી લીકે જ થતા લોકોમાં ભય
  • કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાવાળું ટાંકીનું કામ કરવામાં આવ્યું છે

બનાસકાંઠાઃ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે શહેરી વિસ્તારના લોકોને સુખાકારી મળી રહે તે માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ ક્યાંકને ક્યાંક કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે આવી ગ્રાન્ટો નિષ્ફળ નીવડતા હોય તેવું લાગી રહ્યું છે. ડીસા નગરપાલિકા હદ વિસ્તારની વાત કરવામાં આવે તો ડીસા શહેરના સ્થાનિક લોકો ને ઉનાળામાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે પાણીની ટાંકી બનાવવામાં આવે છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આવી ટાંકી બનાવવામાં હલકી ગુણવત્તા વાળું કામ કરવામાં આવતા અવારનવાર પાણીના ટાંકા લીકે જ થતા જોવા મળી રહ્યા છે.

ડીસામાં પાણીની ટાંકીથી સ્થાનિક લોકો પરેશાન

ઉનાળાના સમયમાં પીવાનું પાણીની સમસ્યા

ડીસાના અનેક વિસ્તારોમાં આજે પણ પીવાના પાણીના ટાંકા લીકેજ હોવાના કારણે બંધ હાલતમાં પડ્યા છે. જેના કારણે ડીસા શહેરના અનેક વિસ્તારના લોકો દર વર્ષે ઉનાળાના સમયમાં પીવાનું પાણી ન મળતા ભારે હેરાનગતિનો સામનો કરવો પડે છે ત્યારે તાત્કાલિક ધોરણે આવા કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે.

ડીસાના શિવ નગર વિસ્તારમાં આવેલ પાણીના ટાંકુ લીકેજ થતા લોકોમાં ભય

આ છે ડીસાનો શિવ નગર વિસ્તાર આ વિસ્તારને શહેરના સૌથી સ્લમ વિસ્તાર તરીકે માનવામાં આવે છે આ વિસ્તારના લોકોને પીવાના પાણીની સુવિધા મળી રહે તે માટે ડીસા નગરપાલિકા દ્વારા 12 લાખ લિટર નું ઓવરહેડ ટાંકી બનાવવામાં આવ્યું હતું આ ટાંકો બનાવી અને હજુ તો એક વર્ષ જેટલો સમય થયો છે અને આટલા ટૂંકા સમયમાં ટાંકાની મજબૂતાઇએ જવાબ આપી દીધો છે અત્યારથી જ ટાંકી લીકેજ થતું જોવા મળી રહ્યું છે અને ટાંકી લીકેજ થતું હોવાથી આસપાસના લોકો ભયથી થથરી રહ્યા છે જે જગ્યા પર આઠ ટાંકા બનાવવામાં આવી છે તેને અડીને જ રાજીવ આવાસ યોજના મકાનો બનાવવામાં આવેલા છે અને આ આવાસોમાં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરી રહ્યા છે અને અત્યારે હજારો લોકો માટે સૌથી મોટી ચિંતાનું કારણ પાણીનું ટાંકી બની રહી છે.

ડીસાના શિવ નગર વિસ્તારમાંથી પાણીનું ટાંકુ હટાવવા સ્થાનિક લોકોની માગ

ડીસાના શિવ નગર વિસ્તારમાં એક વર્ષ પહેલાં બનેલા આ ટાંકાનો બાંધકામ કેટલું તકલાદી છે. તે દ્રશ્ય પરથી સમજી શકાય છે માત્ર એક વર્ષના ટૂંકાગાળામાં આ ટાંકુ લીકેજ થવા માંડ્યું છે. જેનાથી આસપાસના લોકોના જે પણ મોટુ જોખમ સર્જાય છે. આ વિસ્તારમાં 100થી પણ વધુ પરિવારો વસવાટ કરે છે અને હાલમાં આ વિસ્તારમાં બનેલું પાણીનું ટાંકી વારંવાર લીકેજ થતાં હાલમાં લોકો મોડી રાત સુધી પોતાના ઘરમાં ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે ત્યારે આગામી સમયમાં કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલા આ ટાંકીનું સમારકામ કરવામાં આવે તો ભવિષ્યમાં સર્જનારી મોટી હોનારત નિવારી શકાય તેમ છે.

ABOUT THE AUTHOR

...view details