ગુજરાત

gujarat

ETV Bharat / state

બાપલા ગામમાં તંત્ર દ્વારા વિવાદાસ્પદ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઇ

ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા બાપલા ગામમાં આજે શુક્રવારે વિવાદાસ્પદ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઇ હતી. આ વિવાદાસ્પદ દબાણમાં ગોસ્વામી પરિવારની સમાધિ સ્થળ ન હટાવે તે માટે ગુજરાત અને રાજસ્થાનમાંથી ગોસ્વામી સમાજના સંતો, મહંતો અને અખાડાના સાધુઓએ તંત્રને સદબુદ્ધિ આવે અને દબાણ ન હટાવે તે માટે હવન કરીને કુદરતને પ્રાર્થના કરી હતી અને તેમ છતાં પણ જો દબાણ હટાવવામાં આવશે તો સાધુઓએ જીવતા સમાધિ લેવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

Banaskantha
Banaskantha

By

Published : Mar 19, 2021, 2:32 PM IST

  • બાપલા ગામની વિવાદાસ્પદ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી
  • તંત્રએ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરતાં સાધુ, સંતો અને મહંતોએ હવન શરૂ કર્યો
  • 1990માં જિલ્લા કલેક્ટર દ્વારા ગૌસ્વામી સમાજને જમીન ફાળવવામાં આવી હતી
  • જો દબાણ હટાવવામાં આવશે તો ઉગ્ર આંદોલનની ચીમકી

બનાસકાંઠા: જિલ્લાના છેવાડે આવેલા બાપલા ગામમાં છેલ્લા ઘણા સમયથી વિવાદાસ્પદ દબાણ મુદ્દે બબાલ ચાલતી હતી. જેમાં આજે વહેલી સવારથી જ મામલતદાર, ટીડીઓ, ડીવાયએસપી સહિતનો પોલિસનો કાફલો બાપલા ગામે પહોંચ્યો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બાપલા ગામ પોલિસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. તંત્રની ટીમે વિવાદાસ્પદ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી અને ગામના અનેક દબાણો તંત્ર દ્વારા દૂર પણ કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી સરકારની જગ્યા પર સ્થાનિક લોકો દ્વારા પાકા મકાનો બનાવીને કબ્જો કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે આજે બાપલા ગામના સરપંચે સ્થાનિક તંત્રને સાથે રાખીને ગામના સરકારી જમીન પરના તમામ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

બાપલા ગામમાં તંત્ર દ્વારા વિવાદાસ્પદ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઇ

આ પણ વાંચો :સુરતમાં દબાણ દુર કરવા ગયેલી મનપાની દબાણખાતાની ટીમ પર હુમલો

તંત્રએ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરતાં સાધુ, સંતો અને મહંતોએ હવન શરૂ કર્યો

બાપલા ગામે આજે તંત્ર દ્વારા ગામમાં સરકારી જમીન પર જે દબાણો કરવામાં આવ્યા હતા તે તમામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગૌસ્વામી સમાજના સમાધિસ્થાનનો પણ સમાવેશ થાય છે. જોકે આ સમાધિ સ્થળ ન હટે તે માટે સાધુ, સંતો, મહંતો અને અગ્રણીઓએ અત્યાર સુધી પુરતા પ્રયાસો કર્યા હતા. તેમ છતાં પણ તંત્રએ આજે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરતાં ગુજરાત અને રાજસ્થાનમાંથી ગૌસ્વામી સમાજના સાધુ, સંતો, મહંતોએ હવન શરૂ કર્યો હતો અને તંત્રને સદબુદ્ધિ આવે અને દબાણ ન હટાવે તે માટે પ્રભુને પ્રાર્થના કરી હતી. તેમ છતાં પણ દબાણ કરવામાં આવશે તો અખાડામાંથી આવેલા સાધુઓએ જીવતા સમાધિ લેવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

હવન

1990માં જિલ્લા કલેક્ટર દ્વારા ગૌસ્વામી સમાજને જમીન ફાળવવામાં આવી હતી

ગોસ્વામી સમાજ અને સાધુ-સંતો મહંતો ની વાત માનીએ તો ૧૯૯૦માં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા ગૌસ્વામી સમાજ ને જમીન ફાળવવામાં આવી હતી અને તે જ સર્વે નંબરની જમીન માં આજે પણ અહીં ગોસ્વામી સમાજ નો પરિવાર રહે છે અને બાજુમાં બનાવવામાં આવેલી સમાધિ સ્થળ ની જાળવણી રાખે છે તેમ છતાં પણ સ્થાનિક આગેવાનો અને વહીવટી તંત્ર પોતાની મનમાની ચલાવી ગરીબ પરિવારને હટાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, અને આ મુદ્દે ગૌસ્વામી સમાજ દ્વારા હાઇકોર્ટે માં અરજી કરવામાં આવી છે જે સુનાવણી પણ પેન્ડિંગ હોવા છતાં સમાધિ સ્થળ ને દબાણ માની હટાવી રહ્યાં છે.

બાપલા ગામ

આ પણ વાંચો :ભરૂચ નગર સેવા સદન દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઇ

ABOUT THE AUTHOR

...view details