- દિવ્યકાશી ભવ્યકાશીના કોરિડોરનું લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યું
- સમગ્ર વિશ્વમાં લાઈવ પ્રસારણથી શ્રદ્ધાળુઓએ કાશી વિશ્વનાથના દર્શનનો લાભ લીધો
- અંબાજી મંદિરના ચાચરચોકમાં વિશાળ LED મૂકી લોકાર્પણ કાર્યક્રમ સીધુ પ્રસારણ
અંબાજી:ભારતના વિશ્વ વિખ્યાત તીર્થસ્થળ વારાણસીમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરનો ( kashi vishwanath temple corridor inauguration)જીર્ણોદ્ધાર 2014માં શરૂ કરવામાં આવ્યો હતો, જે 2021માં પૂર્ણ થતાં જેનો આજે દિવ્યકાશી ભવ્યકાશીના મંત્ર સાથે બનાવેલા કોરિડોરના (Kashi Vishwanath Corridor) લોકાર્પણનો કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં (Varanasi PM Narendra Modi's inauguration) આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનુ સીધુ પ્રસારણ ભારત દેશ જ નહી પણ સમગ્ર વિશ્વમાં લાઈવ પ્રસારણ થકી શ્રદ્ધાળુઓએ કાશી વિશ્વનાથના દર્શનનો લાભ લીધો હતો.
અંબાજી મંદિરના ચાચરચોકમાં વિશાળ LED મૂકી કાર્યક્રમનું સીધુ પ્રસારણ
યાત્રાધામ અંબાજી ખાતે પણ અંબાજી મંદિરના ચાચરચોકમાં વિશાળ LED મૂકી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કાર્યક્રમનું સીધુ પ્રસારણ પ્રદર્શિત કરવામાં (Live Broadcast At Ambaji) આવ્યું હતું. અંબાજી મંદિર ખાતે દર્શને આવેલા શ્રદ્ધાળુઓ સાધુ-સંતો-મહંતો ઉપરાંત ભાજપના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં સમગ્ર કાર્યક્રમ નિહાળ્યો હતો અને કાશી વિશ્વનાથના સીધા દર્શન કર્યા હતા.
કાશી વિશ્વનાથના સીધા દર્શન બીજા શક્તિપીઠમાં બેસી ને કર્યા