ગુજરાત

gujarat

ETV Bharat / state

માવસરી પોલીસ કોન્સ્ટેબલના ક્વાટરમાંથી વિદેશી દારૂ પકડાયો - બનાસકાંઠાના સમાચાર

કોરોનાની મહામારીમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવના માવસરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીના સરકારી ક્વાટરમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. પોલીસે સરકારી ક્વાટરમાંથી 4 બોટલ દારૂનો જથ્થો જપ્ત કરી પોલીસ કર્મચારી સામે પ્રોહિબિશન એક્ટ કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માવસરી પોલીસ કોન્સ્ટેબલના ક્વાટરમાંથી વિદેશી દારૂ પકડાયો
માવસરી પોલીસ કોન્સ્ટેબલના ક્વાટરમાંથી વિદેશી દારૂ પકડાયો

By

Published : May 4, 2021, 10:40 PM IST

  • માવસરી પોલીસ સ્ટેશન ક્વાટરમાંથી મળી આવ્યો વિદેશી દારૂ
  • તપાસ કરતાં રૂપિયા 3,155નો મુદ્દામાલ જપ્ત
  • DYSP પૂજા યાદવે રેડ કરતાં ઝડપાયો વિદેશી દારૂ

બનાસકાંઠા: જિલ્લાના સરહદી વિસ્તાર માવસરી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીના સરકારી ક્વાટરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. માવસરી પોલીસ મથકમાં અરવિંદભાઇ તેજાભાઈ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેમના ક્વાટર પર દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે તપાસ હાથ ધરી હતી જો કે તપાસમાં ક્વાટરના સંડાસમાંથી પ્લાસ્ટિકની થેલીમાંથી ચાર સીલબંધ દારૂની બોટલ મળી આવી હતી.

વધુ વાંચો:સોમનાથ બાયપાસ ચોકડી પાસે રિક્ષામાં દારૂની હેરફેરીનો પર્દાફાશ, 57 હજારના મુદ્દામાલ સાથે 3 ઝડપાયા

બાતમીના આધારે તપાસ કરતાં રૂપિયા 3155 મુદ્દામાલ જપ્ત

બાતમીને આધારે DYSP પૂજા યાદવે રેડ કરતા દેશી નળિયાં વાળા મકાનમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. રેડ દરમ્યાન અરવિંદભાઈ પોલીસ કોસ્ટેબલ હાજર ન હતા.જે બાબતની તપાસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે આ પોલીસ કર્મચારીએ દારૂની બોટલો ક્યાંથી લાવ્યો હતો અને કેટલા સમયથી લાવે છે, તે પીવા માટે લાવ્યા હતા કે વેચવા માટે તે અંગે પણ તટસ્થ તપાસ થાય તો હજુ પણ વધુ વધુ માહિતી બહાર આવી શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details