- રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં બનાસકાંઠા જિલ્લામાં પશુઓની હેરાફેરી
- દાંતીવાડા પાસેથી 57 પશુઓ ઝડપય
- તમામ પશુઓને ડીસા કાંટ પાંજરાપોળમાં લવાયા
બનાસકાંઠાઃ જિલ્લોએ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે દર વર્ષે અમીરગઢ બોર્ડર પરથી મોટા પ્રમાણમાં પશુઓની હેરાફેરી કરવામાં આવે છે. આ સિવાય રાજસ્થાન અને બનાસકાંઠાને જોડતી અનેક બોર્ડર પરથી હાલમાં કસાઈ દ્વારા મોટા પ્રમાણમાં અવનવા કિમીયાઓ અપનાવી ગુજરાતમાં પશુઓની હેરાફેરી કરવામાં આવે છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વર્ષોથી પશુઓને બચાવવા માટે કામ કરતા જીવદયા પ્રેમીઓને મળતી બાતમીના આધારે અત્યાર સુધી અનેક પશુઓને કતલખાને જતા બચાવવામાં આવે છે.
દાંતીવાડા પાસેથી 57 પશુઓ જડપયા
બનાસકાંઠામાં દાંતીવાડા પાસેથી જીવદયા પ્રેમીઓએ કતલખાને જતા પશુઓને બચાવ્યા છે. અઠવાડિયા અગાઉ રાજસ્થાનમાં અકસ્માતમાં મૃત્યું પામેલા જીવદયાપ્રેમી ભરતભાઇ કોઠારીને સાચી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સ્વર્ગસ્થ જીવદયાપ્રેમી ભરતભાઈ કોઠારીની ટીમ ને ઘેટા બકરા ભરેલી ટ્રક કતલખાને જતી હોવાની માહિતી મળતા જ પોલીસને સાથે રાખી દાંતીવાડા પાસે વોચ ગોઠવી હતી, તે દરમિયાન એક શંકાસ્પદ મીની ટ્રક જણાતા તેની તલાસી લેતાં તેમાંથી ઠાંસી ઠાંસીને ભરેલા 57 ઘેટા બકરા મળી આવ્યા હતા. જેથી પોલીસે આ ઘેટાં બકરા ભરેલી મીની ટ્રક સહિત ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાસકાંઠા દાંતીવાડા ખાતે જીવદયા પ્રેમીઓએ કતલખાને જતા 57 પશુઓનો જીવ બચાવ્યો તમામ પશુઓને ડીસા કાંટ પાંજરાપોળમાં લવાયા
જ્યારે બચાવેલા 57 જેટલા ઘેટા બકરાને ડીસા પાસે આવેલા કાંટ પાંજરાપોળને સોંપ્યા હતા. જ્યાં તપાસ કરતા ગૂંગણામણના કારણે બે ઘેટાનું મોત નિપજ્યા હતા. જ્યારે 55 પશુઓને સારવાર આપી સ્વસ્થ કરાયા હતા. આ અંગે હાલ દાંતીવાડા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આ પશુ ક્યાંથી આવ્યા હતા અને ક્યાં લઈ જવતા હતા તે દીશામાં તપાસ હાથ ધરી છે.