ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાના ભીમબોરડી ગામમાં લાઈબ્રેરીનું ઉદ્ઘાટન, વિદ્યાર્થીઓએ વાંચવા બહાર નહીં જવું પડે - બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં ભાભર તાલુકાના ભીમબોરડી ગામમાં લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શહેરના વિદ્યાર્થીઓની જેમ હવે બનાસકાંઠાના ગ્રામીણ અને આંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ પણ વાંચન સાથે કોચિંગ મેળવી શકશે. આ લાઈબ્રેરીના ઉદ્ઘાટનથી ગામમાં અભ્યાસ કરતા 200થી પણ વધુ વિદ્યાર્થીઓનો સમય અને પૈસા વેડફાતા બચશે.

બનાસકાંઠાના ભીમબોરડી ગામમાં લાઈબ્રેરીનું ઉદ્ઘાટન, વિદ્યાર્થીઓએ હવે વાંચવા બહાર નહીં જવું પડે
બનાસકાંઠાના ભીમબોરડી ગામમાં લાઈબ્રેરીનું ઉદ્ઘાટન, વિદ્યાર્થીઓએ હવે વાંચવા બહાર નહીં જવું પડે

By

Published : Feb 9, 2021, 1:22 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ વધતા લાઈબ્રેરી શરૂ કરાઈ
  • ભીમબોરડીમાં લાઈબ્રેરી શરૂ થતા વિદ્યાર્થીઓ જિલ્લામાં જ રહીને વાંચન કરી શકશે
  • સરકારી નોકરીની તૈયારી અને અભ્યાસ કરતા 200થી વધુ વિદ્યાર્થીઓને થશે ફાયદો
સરકારી નોકરીની તૈયારી અને અભ્યાસ કરતા 200થી વધુ વિદ્યાર્થીઓને થશે ફાયદો

બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લામાં પણ શિક્ષણનું પ્રમાણ વધે તે માટે દરેક સમાજ હાલમાં વિવિધ કાર્યક્રમો થકી બાળકોને પ્રોત્સાહન આપી રહ્યા છે, જેના કારણે છેલ્લા પાંચ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના શિક્ષણમાં સુધારો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાનેા આંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ ઓછું જોવા મળતું હતું, પરંતુ હવે ટેક્નોલોજીમાં વધારો થતા દરેક સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં પણ આજે શિક્ષણનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જોવા મળી રહ્યું છે.

સરકારી નોકરી અને અભ્યાસ માટે બહારગામ જતા વિદ્યાર્થીઓને રાહત

બનાસકાંઠા જિલ્લામાં સરકારી નોકરી મેળવવા હાલમાં વિદ્યાર્થીઓ દોટ મૂકી રહ્યા છે. ખાસ કરીને શહેરી વિસ્તારને બાદ કરતા ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે તેમ જ સરકારી નોકરીની તૈયારીઓ કરવા માટે મોટા મોટા શહેરમાં મોટા ખર્ચા કરી થાય તથા હોય છે. આજે પણ બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના વિદ્યાર્થીઓ સારા અભ્યાસ માટે સરકારી નોકરી મેળવવા ગાંધીનગર અમદાવાદ જેવા મોટા શહેરોમાં સ્થાઈ થયેલા જોવા મળી રહ્યા છે.

ભીમબોરડીમાં લાઈબ્રેરી શરૂ થતા વિદ્યાર્થીઓ જિલ્લામાં જ રહીને વાંચન કરી શકશે
ભાભર તાલુકામાં ભીમબોરડી ગામે લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કરાયું હતું

શિક્ષણ મોંઘું થતા ગામડાઓમાં અને અંતરિયાળ વિસ્તારમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગ્રામીણ વિસ્તારમાં યોગ્ય લાઈબ્રેરી જેવી સુવિધા ન હોવાના કારણે અભ્યાસ અને વિવિધ ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને શહેરમાં મોંઘી ફી ભરીને કોચિંગ ક્લાસ કરવા પડે છે. આવામાં બનાસકાંઠાના ભાભર તાલુકામાં ભીમબોરડી ગામે આજે લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ગામમાં 200થી પણ વધુ વિદ્યાર્થીઓને કોચિંગ અને વાંચન માટે 60થી 70 કિલોમીટર દૂર શહેરમાં જવું પડતું હતું, પરંતુ આજથી આ વિદ્યાર્થીઓ અને પરિક્ષાર્થીઓ ગામમાં જ લાઈબ્રેરીની અંદર શાંત વાતાવરણમાં અભ્યાસ કરી શકે તે માટે ધારાસભ્ય ગેની ઠાકોરના હસ્તે લાઇબ્રેરીની શરૂઆત કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details