ગુજરાત

gujarat

ETV Bharat / state

વૃક્ષો પ્રત્યે સંવેદના અને પ્રેમ રાખી બનાસકાંઠા જિલ્લાને લીલોછમ હરીયાળો બનાવીએઃ જિલ્લા કલેક્ટર - બનાસકાંઠા જિલ્લા કલેકટર

પાલનપુર કલેકટર કચેરી આગળના બગીચામાં બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાગલેના હસ્તેના વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કલેકટરએ વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છા પાઠવતાં જણાવ્યુ હતું કે વૃક્ષો પ્રત્યે સંવેદના અને પ્રેમ રાખી બનાસકાંઠા જિલ્લાને લીલોછમ્મ- હરીયાળો બનાવીએ.

વૃક્ષો પ્રત્યે સંવેદના અને પ્રેમ રાખી બનાસકાંઠા જિલ્લાને લીલોછમ હરીયાળો બનાવીએ
વૃક્ષો પ્રત્યે સંવેદના અને પ્રેમ રાખી બનાસકાંઠા જિલ્લાને લીલોછમ હરીયાળો બનાવીએ

By

Published : Jun 5, 2020, 9:41 PM IST

પાલનપુરઃ જિલ્લા કલેક્ટર કહ્યું કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાલનપુર કલેકટર કચેરી દ્વારા દર વર્ષે વૃક્ષારોપણ કરવામાં આવે છે. કલેકટર કચેરી આગળ જે બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે તેના જતનમાં નિવાસી અધિક કલેકટર બાંભણીયા અને કલેકટર કચેરીનો સ્ટાફ ખુબ સારૂ યોગદાન આપે છે.

વૃક્ષો પ્રત્યે સંવેદના અને પ્રેમ રાખી બનાસકાંઠા જિલ્લાને લીલોછમ હરીયાળો બનાવીએઃ જિલ્લા કલેક્ટર

કલેકટરએ આ પ્રસંગે જિલ્લાવાસીઓને શુભેચ્છા પાઠવી ચોમાસાની ઋતુમાં વૃક્ષારોપણ કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર એલ.બી.બાંભણીયા, પાલનપુર પ્રાંત અધિકારીશ્રી એસ. ડી. ગિલવા, મામલતદાર કમલ ચૌધરી, વન વિભાગના અધિકારી તથા કર્મચારીઓ પર્યાવરણ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતાં.

વૃક્ષો પ્રત્યે સંવેદના અને પ્રેમ રાખી બનાસકાંઠા જિલ્લાને લીલોછમ હરીયાળો બનાવીએ

ABOUT THE AUTHOR

...view details