ભારત- પાક બોર્ડર પર કોરોના કાળ વચ્ચે કેવી રીતે ફરજ બજાવે છે જવાનો જાણો - Nadabet
દેશભરમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે હવે લોકો સાવચેતી રાખતા થયાં છે.દેશની સીમાની અંદર સુરક્ષિત રહીને જીવની રક્ષા કરવી અને સેનાની બનીને સરહદે ખડાં રહીને જીવનું પણ જતન કરવું એમાં જુદી વાત છે. રાતદિવસ ખડેપગે રહીને દેશની સેવા કરનારા એવા વીર જવાનો કોરોના વાયરસની મહામારીમાં ફરજ પર અડગ છે ત્યારે કેવી સાવચેતી અને સાવધાનીથી ફરજ બજાવે છે જાણો..
![ભારત- પાક બોર્ડર પર કોરોના કાળ વચ્ચે કેવી રીતે ફરજ બજાવે છે જવાનો જાણો ભારત- પાક બોર્ડર પર કોરોના કાળ વચ્ચે કેવી રીતે ફરજ બજાવે છે જવાનો જાણો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8892166-thumbnail-3x2-bsf-corona-7204015.jpg)
બનાસકાંઠા-નડાબેટઃ દેશના વીર જવાનો દેશની રક્ષા કરવા માટે શિયાળો,ઉનાળો કે ચોમાસુ હોય ત્યારે ગમે તેવી સ્થિતિમાં તહેનાત જ રહે છેે. અત્યારે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે જેમાં ભારત હવે બીજા ક્રમે પહોંચ્યું છે અને રોજ સેંકડો કેસ સામે આવી રહ્યા છે. કોરોના વાયરસના સંક્રમણમાં કોરોના વોરિયર્સ પણ આવ્યાં છે ત્યારે સેનાના જવાનો સુધી સંક્રમણ ન પહોંચે તે જરૂરી છે. આ બાબત ધ્યાનમાં રાખીને અનેક તકેદારી રાખવામાં આવી રહી છે. જે પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તે ગાઈડ લાઈનનું જવાનો દ્વારા પાલન કરવામાં આવે છે.