ડીસા શહેરમાં રાણપુર રોડ પર આવેલી પિન્ક સોસાયટી અને તેની આસપાસના લોકો અત્યારે ભયના ઓથાર હેઠળ જીવન ગુજારી રહ્યા છે. તેમના આ ભયનું મુખ્ય કારણ છે, અહીં ડીસા નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત બનાવવામાં આવેલી પાણીની ટાંકી.
ડીસાની પિન્ક સોસાયટીમાં પાણીની ટાંકી લિકેજ થતા લોકોમાં ભય - સ્વર્ણિમ ગુજરાત
ડીસાઃ સરહદી બનાસકાંઠા જિલ્લામાં આવેલા ડીસા શહેરમાં સ્વર્ણિમ ગુજરાત યોજના અંતર્ગત બનેલા પાણીની ટાંકી અત્યારે મોતનું ટાંકી બની ગઇ છે. આ ટાંકી ગમે ત્યારે મોટી હોનારતને અંજામ આપી શકે તેમ છે. પાણી માટે બનાવવામાં આવેલી આ ટાંકી અત્યારે લોકોની ચિંતામાં વધારો કરી રહ્યો છે.
![ડીસાની પિન્ક સોસાયટીમાં પાણીની ટાંકી લિકેજ થતા લોકોમાં ભય](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3946210-thumbnail-3x2-m.jpg)
પાલિકા દ્વારા આ વિસ્તારના લગભગ 200થી વધુ ઘરોમાં પાણીનો પુરવઠો પૂરો પાડવામાં માટે ત્રણ માસ પહેલા પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. આ પાણીની ટાંકી વર્ષ 2016ના વર્ષમાં મજૂંર કરવામાં આવી હતી.
તાજેતરમાં જ આ ટાંકીનુ નિર્માણ કાર્ય પૂરું થયું છે. ત્યારે ટાંકીનું નિર્માણ પુરૂ થયાને હજુ તો માત્ર ત્રણ માસ જેટલો જ સમય વિત્યો છે ત્યા જ આ ટાંકીની મજબૂતાઈએ જવાબ આપી દીધો છે. રહેણાંક વિસ્તારની વચ્ચે ઉભેલી આ ટાંકી અત્યારે ઠેર-ઠેરથી લીકેજ થઈ રહી છે. માત્ર ત્રણ માસ જર્જરિત બની ગયેલી આ ટાંકી અત્યારે અહીંના 200થી વધુ પરિવારો માટે મોટુ જોખમ ઊભુ કરી રહી છે અને લોકો આ ટાંકીને લઈ ભયભીત બની ગયા છે.