ધાનેરા ચાર રસ્તાથી રાધનપુર જતા રોડ ઉપર પસાર થતા માલ વાહનોમાં ભરેલ માલ તાડપત્રી કાપી ચોરી કરવા માટે રાત્રીના નીકળનાર છે. તેવી બાતમી પાલનપુર પોલીસને મળી હતી. જેના આધારે પાલનપુર એલસીબીના પોલીસ ઇન્સ્પેકટર એચ.પી.પરમાર તથા ભીલડી પોલીસ ઇન્સ્પેકટર એસ.વી.આહીર સ્ટાફ સાથે લોરવાડા પીકઅપ સ્ટેન્ડ ઉપર ડીસા તરફથી આવતા વાહનો ચેક કરતા હતા.
ભીલડી પોલીસે તાડપત્રી ગેંગના 7 આરોપીને ઝડપી, 13 ચોરીઓનો ભેદ ઉકેલ્યો - Banaskantha crime news
બનાસકાંઠા: ધાનેરાથી કંડલા જતા હાઇવે રોડ તથા ધાનેરા ચાર રસ્તાથી થરાદ જતા રોડ ઉપર LCB અને ભીલડી પોલીસે તાડપત્રી ગેંગના 7 આરોપીઓને ઝડપીને 13 ચોરીઓનો ભેદ ઉકેલ્યો હતો. આ ગેંગ પસાર થતા વાહનોની પાછળ બીજા વાહનોમાં પીછો કરી માલ ભરેલ વાહનની પાછળ તેમનું વાહન રાખી માલ ભરેલ વાહન ઉપર ચઢીને તાડપત્રી કાપી તેમાંથી ચાવલના કટ્ટા તથા તેલના ડબ્બા , ખાંડ, ચોખા, સાબુ વગેરે તેમના વાહનોમાં ફેંકી ચોરી કરનાર તાડપત્રી ગેંગનો ભેદ LCB અને ભીલડી પોલીસે ઉકેલ્યો હતો.
જે દરમિયાન ટાટા સુમો ગાડી આવતા તેને સાઇડમાં લેવડાવી અંદર જોતા ડ્રાઇવર સહિત કુલ 7 માણસો બેઠેલ હતા. આથી ગાડી બંધ કરાવી તેની ચાવી લઇ ટાટા સુમોના ચાલકનું નામઠામ પૂછતા તેણે તેનું નામ સિંકન્દરખાન ઇસ્માઇખાન મકરાણી હોવાનું જણાવેલ તથા ગાડીમાં બેઠેલ અન્ય ઇસમ જાવેદશા બચલશા સાંઇ, અજમલભાઇ ઉર્ફે ભદાભાઇ જગશીભાઇ માજીરાણા ,લક્ષ્મણભાઇ ભુદરાભાઇ માજીરાણા ,કિરણભાઇ કેસાભાઇ પંચાલ ,અમરતભાઇ મફાભાઇ પટેલ તથા મહેન્દ્રસિંહ ઉર્ફે ચપી ગીરધરસિંહ વાઘેલાની પોલીસે અટકાયત કરી હતી.
આ શખ્સો ટ્રકમાંથી સામાન ચોરવા ટ્રકની પાછળ પીકઅપ વાનની લાઇટ બંધ રાખી બિલકુલ અડીને ચલાવતા અને વાનમાંથી બે જણા ટ્રક પર ચઢી તાડપત્રી કાપી એક પછી એક બોરી કે, ડબ્બો બોનેટ પર ઉભેલા શખ્સને આપતા જે વાનમાં ઉભેલા અન્ય શખ્સોને આપી દેતાં માત્ર 5 મિનિટ સુધી ચોરી દરમિયાન જેટલો માલ ચોરાય એટલો જ ચોરતા કયારેક બેલેન્સ છટકી જતાં બોરી કે ડબ્બો પડી જતો પણ એ ઉઠાવતા નહી.