- રસીકરણ મહાઅભિયાનની દાંતા તાલુકામાં શરૂઆત
- રાજસભાના સાંસદ દિનેશ અનાવાડીયાએ કરાવી શરૂઆત
- દાંતા તાલુકાના 10 રસીકરણ કેન્દ્રો પર આપવામાં આવશે રસી
બનાસકાંઠાઃ જિલ્લાના પછાત વિસ્તાર એવા દાંતા તાલુકામાં પણ આજે સોમવારે રાજસભાના સાંસદ દિનેશ અનાવાડીયા(MP Dinesh Anawadia)એ 18 થી 44 વર્ષના લોકો માટે રસીકરણ મહાઅભિયાન (Vaccination Campaign)ની શરૂઆત કરાવી છે.
રાજ્યમાં 2 કરોડથી વધુ લોકોનું થઈ ચૂંક્યૂ છે રસીકરણ
દાંતા તાલુકો મહત્તમ આદીવાસી વિસ્તાર છે. જેમાં વધુને વધુ રસીકરણ થાય તેવાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. દાંતા તાલુકાના કુલ 10 રસીકરણ કેન્દ્રો ઉપર 700 લોકોને રસીકરણ (Vaccination) કરવામાં આવશે. રાજ્યમાં હાલ 2 કરોડ ઉપરાંત લોકોનું રસીકરણ થઇ ચુક્યુ છે. દાંતા તાલુકાનાં કુલ 10 પી.એસ.સી કેન્દ્રો ઉપર 700 લોકોને રસીકરણ (Vaccination) કરવામાં આવશે.