બનાસકાંઠાઃ સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ આ વર્ષે સારો વરસાદ વરસ્યો છે, જિલ્લામાં અંબાજી પંથકમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના પગલે આસપાસના વિસ્તારોમાં પહોડો વરસાદી પાણીથી પોંચા બન્યા છે, જેને લઈ મંગળવારે અંબાજીથી આબુરોડ જતા માર્ગ પર ભેખડો ધસી આવતા માર્ગ અવરોધાયો હતો.
અંબાજીથી આબુરોડ જતા માર્ગ પર ભેખડો ધસી આવતા વાહન ચાલકો પરેશાન - Banaskantha Rain News
બનાસકાંઠાના અંબાજી પંથકમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના પગલે આસપાસના વિસ્તારોમાં પહાડો વરસાદી પાણીથી પોંચા બન્યા છે. જેને લઈ મંગળવારે અંબાજીથી આબુરોડ જતા માર્ગ પર ભેખડો ધસી આવતા માર્ગ અવરોધાયો હતો. જેના પગલે મોટા પથ્થરો રોડ ઉપર આવતા વાહન ચાલકો પરેશાન થયા હતા.
અંબાજી થી આબુરોડ જતા માર્ગ પર ભેખડો ધસી આવતા વાહન ચાલકો પરેશાન
જેના પગલે મોટા પથ્થરો રોડ ઉપર આવતા વાહન ચાલકો પરેશાન થયા હતા.
આ રસ્તે પડેલા તોતીંગ પથ્થરો વહેલી તકે હટાવવામાં નહી આવે તો રાત્રીના સમયે અકસ્માતનો ભય પણ સેવાઈ રહ્યો છે. હાલ વાહન ચાલકો સિંગલ સાઈડમાં વાહન ચલાવવા મજબૂર બન્યાં છે.