ગુજરાત

gujarat

ETV Bharat / state

લાખણી ગામના હત્યાકાંડમાં પિતા જ નીકળ્યો હત્યારો, તો હત્યા દુષ્પ્રેરણ 2 વ્યાજખોરોની કરાઇ ધરપકડ

બનાસકાંઠાઃ જિલ્લાના લાખણી તાલુકાના કુડા ગામે થયેલી હત્યાકાંડમાં પિતા જ હત્યારો નીકળ્યો હતો. જેમાં ઘરના મોભીએ આર્થિક સંકડામણની વચ્ચે વ્યાજખોરોના ત્રાસથી હત્યા કરી હોવાનું  તપાસમાં બહાર આવ્યું હતું. ફોરેન્સિક અને સાંયોગિક પુરાવાને આધારે પોલીસે ઘરના મોભીને હત્યારો જાહેર કર્યો છે. તો દુષ્પ્રેરણ કરનાર વ્યાજખોરોની બે વ્યક્તિઓની કલમ 306 હેઠળ અટકાયત કરવામાં આવી છે.

લાખણી ગામના હત્યાકાંડ પિતા નીકળ્યો હત્યારો, તો હત્યા દુષ્પ્રેરણ બે વ્યાજખોરોની કરાઇ ધરપકડ

By

Published : Jun 26, 2019, 5:12 AM IST

લાખણી તાલુકાના કુડા ગામે હત્યાકાંડ થયો હતો જેમાં ચાર લોકોની નિર્મમ હત્યા થઈ હતી અને ઘરના મોભી એવા કરશન પટેલે પણ આત્મહત્યા કરી હતી. વ્યાજખોરોના ત્રાસથી આ હત્યાકાંડ થયો હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે ફોરેન્સિક અને સંયોગિક પુરાવાના આધારે ઘરના મોભી એવા કરશન પટેલે જ પરિવારની હત્યાને અંજામ આપ્યો હોવાનુ તપાસમાં આવ્યું છે. કુડા ગામે હત્યાકાંડમાં પાંચ વ્યક્તિઓના મોત થયા. જેમાં વ્યાજખોરી જવાબદાર છે.

આરોપી કરશનને 21 લાખ રૂપિયા આપવાના બાકી હતી. જેમાં 9 વ્યાજખોરોના નામ દિવાલ પર લખ્યા હતા. પોલીસે દુષ્પ્રેરણ કરવા બદલ કલમ 306 હેઠળ 2 વ્યાજખોરોની અટકાયત કરી છે. તો અન્ય વ્યાજખોરોની વિરૂદ્ધ કોઇ પુરાવા મળ્યા નથી. તેથી આગળની તપાસ કર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આમ, કુડા ગામમાં થયેલાં આ હત્યાકાંડમાં આરોપી કરશનભાઇને પુરાવાને આધારે ગુનેગાર જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે ચૌધરી અને રાજપૂત સમાજમાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો હવે જોવાનું રસપ્રદ રહેશે કે, આ હત્યાકાંડની તપાસ કાર્યવાહીમાં સામાજીક વિરોધ શું ભાગ ભજવશે...

ABOUT THE AUTHOR

...view details