- ડીસાના યુવાનોની લદાખ સાયકલ યાત્રા
- "રાઈડ ફોર નેશન- રાઈડ ફોર વેકસીનેશન"
- પર્વતીય વિસ્તારના લોકોને અપાશે કોરોના રસી
બનાસકાંઠાઃ "રાઈડ ફોર નેશન- રાઈડ ફોર વેકસીનેશન" ના સ્લોગન સાથે ડીસાના યુવાનોની એક ટીમ તેમજ ડોક્ટર આગેવાનો મનાલી થી લેહ સુધી સાયકલ યાત્રા કરવા નીકળ્યા છે. આ સાયકલ યાત્રા પાછળનું એક જ ઉદ્દેશ છે કે, લોકોના મનમાંથી કોરોના વેક્સીન અંગેની ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે તે દૂર થાય અને વેક્સીનેશન દ્વારા દેશ સુરક્ષિત થાય. જે અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે 13 સાયકલ સવારો ડીસા થી પ્રસ્થાન કરી ચુક્યા છે. આ સાયકલ સવારો 10 દિવસ સુધી સાયકલયાત્રા કરશે. સાયકલયાત્રામાં મહિલાઓ પણ જોડાઈ છે.
10 દિવસની સાયકલ યાત્રા
ડીસાથી નીકળેલી સાયકલ યાત્રા 10 દિવસ સુધી ચાલનારી યાત્રા દરમિયાન તેઓ 560 કિલોમીટરનું અંતર કાપશે. મનાલીથી ચાલુ થયેલી ખારદુગલા જઈ આ યાત્રા પૂર્ણ થશે. આ સાઈકલિંગ યાત્રાનો મુખ્ય ઉદ્દેશથી દેશના પર્વતીય વિસ્તારોમાં પણ લોકોમાં કોરોના વેકસીન માટે જાગૃતતા લાવવામાં આવે છે.