- બનાસકાંઠા જિલ્લામાં મહિલાઓએ વટ સાવિત્રી વ્રતની કરી ઉજવણી
- બનાસકાંઠાના ડીસામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
- મંદિરમાં 300 જેટલી મહિલાઓએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર વ્રતની ઉજવણી કરી
બનાસકાંઠા: કોરોના (corona) વાઇરસની બીજી લહેરમાં વધતા જતા સંક્રમણના કારણે અનેક લોકો મોતને પણ ભેટ્યા હતા. ત્યારે હજુ તો માંડ કોરોના વાઇરસની બીજી લહેર કાબૂમાં આવી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના લોકો જાણે કોરોના વાઇરસની પરિસ્થિતિ ભુલી ગયા હોય તેવા દ્રશ્યો એક બાદ એક સામે આવી રહ્યા છે. અગાઉ પણ અનેક જગ્યાએ લગ્ન પ્રસંગે લોકોએ કરેલી ભીડ અને હવે વ્રતો શરૂ થતાની સાથે મહિલાઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ(social distance) વગર પૂજા અર્ચના કરતા નજરે પડી રહ્યા છે.
સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગરની પૂજા
છેલ્લા સવા વર્ષથી કોરોના મહામારી ચાલી રહી હોવા છતાં પણ બનાસકાંઠા જિલ્લાના લોકો હજુ પણ સુધરવાનું નામ લેતા નથી અને અવાર-નવાર સોશિયલ ડિસ્ટન્સ (social distance)ના ધજાગરા તેમજ માસ્ક વગર ટોળેટોળા થઈ જતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. બનાસકાંઠાના ડીસામાં આવેલા ત્રણ હનુમાન મંદિર ખાતે પણ વટ સાવિત્રી વ્રતની ઉજવણી નિમિત્તે મહિલાઓના ટોળા એકઠા થઇ ગયા હતા. અઢીસોથી ત્રણસો જેટલી મહિલાઓમાં એક પણ મહિલાના ચહેરા પર માસ્ક નથી.