ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારના પોકળ દાવાઓ, બનાસકાંઠાની સરકારી હોસ્પીટલોમાં હડકવાના ઈન્જેક્શનનો અભાવ - government hospital

બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લા 2 મહિનાથી એક પણ સરકારી હોસ્પિટલમાં હડકવાના ઇન્જેક્શન ન હોવાથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ ઉચ્ચ સ્તરે વારંવાર રજૂઆત કરવા છતાં, પણ ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ થયો નથી.

સરકારના પોકળ દાવાઓ
author img

By

Published : Jul 16, 2019, 9:10 PM IST

બનાસકાંઠા જિલ્લામાં કુલ 221 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે, પરંતુ એક પણ કેન્દ્ર કે, સરકારી હોસ્પિટલમાં હડકવાના ઇન્જેક્શનો ઉપલબ્ધ નથી. છેલ્લા 2 મહિનાથી અહીં આવતા દર્દીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જો શ્વાન, પશુ કે જનાવર કરડી જાય તો પણ અહીં સારવાર માટે આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓએ ખાનગી હોસ્પિટલમાં જઈને મોંઘીદાટ સારવાર લેવી પડે છે.

સરકારના પોકળ દાવાઓ, બનાસકાંઠાની સરકારી હોસ્પીટલોમાં હડકવાના ઈન્જેક્શનનો અભાવ

બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો, અહીં દર મહિને 3 હજારથી પણ વધુ હડકવાના ઇન્જેક્શનની જરૂર પડે છે, પરંતુ છેલ્લા 2 મહિનાથી આગળથી દવાનો જથ્થો ન આવતા સ્થાનિક લેવલે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ પણ અવારનવાર ઉચ્ચ સ્તરે રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી દવાનો જથ્થો ઉપલબ્ધ કરાયો નથી. જો કે, હોસ્પિટલમાં હડકવાના ઇન્જેક્શનો ન હોવાથી બહારથી દવા લાવી દર્દીઓની સારવાર કરતાં હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.

એક તરફ સરકાર દ્વારા વિનામૂલ્યે સારવાર આપવાની વાતો જોરશોરથી કરવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ બનાસકાંઠા જેવા પછાત અને ગરીબ વિસ્તારની હોસ્પિટલોમાં હડકવા વિરોધી ઇન્જેક્શનો માટે રજુઆત કરવા છતાં પણ સરકાર આ દર્દીઓને પડતી હાલાકી મામલે ગણકારતી પણ નથી. ત્યારે સરકારે પોકળ ભાષણબાજી કર્યા વગર દવાઓનો જથ્થો સમયસર મળી રહે અને દર્દીઓને હાલાકી ના પડે તે દિશામાં પ્રયાસો કરવા જોઈએ.

ABOUT THE AUTHOR

...view details