ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસા માર્કેટયાર્ડમાં ભાવ વધારાને લઈ મજૂરો મેદાને

સમગ્ર ઉત્તર ગુજરાતમાં બીજા નંબરની આવક ધરાવતા ડીસા માર્કેટ યાર્ડમાં આજે મજૂરોએ મજૂરીના ભાવ વધારા મામલે વિરોધ દર્શાવ્યો હતો. અંદાજે 400 જેટલા મજૂરો કામકાજથી અળગા રહી માર્કેટયાર્ડ સંચાલકને આવેદનપત્ર આપી મજૂરીના ભાવ વધારા માટે રજૂઆત કરી હતી.

etv bharat
etv bharat

By

Published : Jul 2, 2020, 6:31 PM IST

ડીસા : ઉત્તર ગુજરાતમાં બીજા નંબરની આવક ધરાવતા ડીસા માર્કેટ યાર્ડમાં આજે કામકાજ ઠપ્પ થઇ ગયું હતું, કારણકે છેલ્લા ઘણા સમયથી મજૂરીના ભાવ વધારો કરવા રજૂઆત કરવા છતાં પણ માર્કેટયાર્ડ સંચાલકો અને વેપારીઓ દ્વારા મજૂરીના ભાવમાં વધારો ન કરતાં આજે મજૂરોએ એક દિવસ કામકાજથી અળગા રહી વિરોધ દર્શાવ્યો હતો. ડીસામાં માર્કેટયાર્ડમાં કામ કરતા અંદાજે 400 જેટલા મજૂરોએ આજે પોતાનું મજૂરી કામ બંધ રાખી માર્કેટયાર્ડ સંચાલકોને લેખિત રજૂઆત કરી હતી.

ડીસા માર્કેટયાર્ડમાં ભાવ વધારાને લઈ મજુરો મેદાનમાં
  • ઉત્તર ગુજરાતમાં બીજા નંબરની આવક ધરાવતા ડીસા માર્કેટ યાર્ડમાં આજે કામકાજ ઠપ્પ
  • મજૂરોએ એક દિવસ કામકાજથી અળગા રહી વિરોધ દર્શાવ્યો
  • અંદાજે 400 જેટલા મજૂરોએ પોતાનું મજૂરી કામ બંધ રાખી માર્કેટયાર્ડ સંચાલકોને લેખિત રજૂઆત કરી

છેલ્લા ત્રણ વર્ષથી મજૂરીનો ભાવ એક જ નિર્ધારીત કર્યો હતો. જે ભાવમાં વધારો કરવા માટે આજે તમામ મજુર એકઠા થઈ રજૂઆત કરી હતી. જો તાત્કાલિક મજૂરોની વાતને ધ્યાને લઇ મજૂરીના ભાવમાં વધારો કરવામાં નહિ આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.ડીસા માર્કેટયાર્ડમાં મજૂરીનો ભાવ વધારાને લઈ હવે મજૂરો પણ આક્રમક મૂડમાં આવી ગયા છે.

ડીસા માર્કેટયાર્ડમાં ભાવ વધારાને લઈ મજુરો મેદાનમાં

માર્કેટ યાર્ડના સેક્રેટરી અમૃતભાઈ જોશીએ જણાવ્યું હતું કે, ડીસા માર્કેટયાર્ડમાં 22 પ્રકારની મજૂરી કામ થાય છે. જેમાંથી મોટાભાગની મજૂરીમાં જિલ્લામાં સૌથી વધુ ભાવ ડીસા માર્કેટયાર્ડ માં આપવામાં આવે છે, પરંતુ કેટલીક બાબતોમાં મજૂરો ને ઓછો ભાવ મળે છે. જેમાં અમે મજૂરો ની સાથે બેઠક કરી તેનું સમાધાન કરીશું તેમ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details