- બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જેરડા ગામના મુસ્લિમ પરિવારના કોડિયા
- છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીના પર્વમાં માટીના દિવડા બનાવે છે મુસ્લિમ પરિવાર
- ભારતમાં જ નહીં પરંતુ બહારના દેશોમાં પણ પ્રગટાવે છે ઝેરડા ગામના દીવડા
- હિન્દુ ધર્મના દિવાળી પર્વ નિમિત્તે દીવડા બનાવે છે મુસ્લિમ પરિવાર
ડીસા : હિંદુ ધર્મનો સૌથી પ્રિય તહેવાર દિવાળી પર્વ નિમિત્તે દરેક લોકોનું ઘર રોશનીથી ઝગમગી ઉઠે તે માટે લોકો પોતાના ઘર આંગણે દીવડા પ્રગટાવે છે. આ તહેવારની ઉજવણી હિન્દુ ધર્મના લોકો રંગેચંગે કરતા હોય છે ત્યારે બનાસકાંઠા જીલ્લામાં આવેલા ડીસા તાલુકાના ઝેરડા ગામમાં રહેતો મોહમ્મદભાઈ સુમરાનો પરિવાર મુસ્લિમ પરિવાર હોવા છતાં આ પરિવારના સભ્યોનો પરંપરાગત વ્યવસાય માટીમાંથી દીવડા (Kodia made by a Muslim family) બનાવવાનો છે.
સમય જતાં આ પરિવાર પણ આધુનિકતાના રંગે રંગાયો
વર્ષો પહેલા પરંપરાગત રીતે આ પરિવાર માટીમાંથી દિવડા બનાવતો હતો. પરંતુ સમય જતાં આ પરિવાર પણ આધુનિકતાના રંગે રંગાયો અને બેન્કમાથી લોન લઈને સાધન સામગ્રી વસાવીને કોડિયા બનાવવાનો નાનો વેપાર શરૂ કર્યો. છેલ્લા બે વર્ષથી કોરોનાવાયરસની મહામારીમાં મુસ્લિમ પરિવાર (Muslim family from Gujarat)ને કોડિયાના વ્યવસાયમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. પરંતુ આ વર્ષે સરકાર દ્વારા કોરોનાવાયરસની મહામારીમાં છૂટછાટ આપવામાં આવતા દિવાળીના પર્વ નિમિત્તે મુસ્લિમ પરિવાર કોડિયામાં સારો વ્યવસાય કરી રહ્યો છે.
વિદેશમાં પણ પ્રકાશ રેલાવે છે જેરડા ગામના કોડિયા
ડીસા તાલુકાના ઝેરડા ગામે વર્ષોથી માટીના કોડીયા બનાવતા મુસ્લિમ પરિવાર દ્વારા દર વર્ષે દિવાળીના પર્વ નિમિત્તે મોટા પ્રમાણમાં કોડિયા બનાવી બજારમાં આપવામાં આવે છે વર્ષોથી માટીના કોડીયાના વ્યવસાય સાથે સંકળાયેલા આ મુસ્લિમ પરિવાર દ્વારા જોત જોતામાં તૈયાર કરવામાં આવેલા કોડિયા ગુજરાત સહિત દેશભરમાં પ્રખ્યાત થવા લાગ્યા. મોટા શહેરોના વેપારીઓ આ મુસ્લિમ પરિવાર પાસેથી કોડિયા ખરીદીને તેને પેઈન્ટ કરીને વિદેશ મોકલી રહ્યા છે. એટ્લે બનાસકાંઠા જિલ્લાના નાનકડા ગામમાં એક મુસ્લિમ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવતા આ માટીના કોડિયા દિવાળી દરમ્યાન સમગ્ર વિશ્વમાં જગમગી ઊઠે છે.
ચાઈનીઝ લાઈટોના કારણે નુકશાન