બનાસકાંઠાઃ હાલમાં કોરોના વાઇસની મહામારી વચ્ચે હોમગાર્ડ જવાનો દિવસ-રાત લોકોની સુરક્ષા માટે ફરજ બજાવી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા તેમને રાશન કિટનું વિતરણ કર્યું હતું.
નોવેલ કોરોના કોવિડ-19 વાઇરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પોલીસની સાથે હોમગાર્ડના જવાનો પણ ખભેખભા મિલાવી રાત-દિવસ ફરજ બજાવે છે.
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા હોમગાર્ડ જવાનોને કીટ વિતરણ કરાયું લોકડાઉનમાં હોમગાર્ડના જવાનોને મદદરૂપ થવા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કલેક્ટર સંદીપ સાગલેના હસ્તે 202 જેટલી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટરે જણાવ્યું કે, લોકડાઉન દરમિયાન હોમગાર્ડના જવાનો ધોમધખતા તાપમાં ખૂબ સરસ ફરજ બજાવી કોરોનાની વૈશ્વિક મહામારી સામે લડી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા હોમગાર્ડ જવાનોને કીટ વિતરણ કરાયું આવી પરિસ્થિતિમાં તેમને કોઇ મુશ્કેલી ન પડે તે માટે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ જવાનો પાર્ટ ટાઇમ બીજા કામો પણ કરતાં હોય છે. પરંતુ અત્યારે કોરોના મહામારીના સમયે રસ્તા ઉપર ઉભા રહી કોરોના સામે લડી રહ્યા છે. આ હોમગાર્ડના જવાનોમાંથી કેટલાંકને શારીરિક તકલીફો પણ છે, એ શારીરિક તકલીફો બાજુ એ મુકીને તેઓ દેશ સેવા અને બનાસકાંઠા જિલ્લાના લોકોની સેવા કરી રહ્યા છે, ત્યારે જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ હોમગાર્ડના જવાનોની સેવાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.