બનાસકાંઠાઃ કોરોનાની મહામારીથી બચવા કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કર્યા સમય દરમ્યાન દરરોજ કમાઈને ખાનારા તેમજ મધ્યમ વર્ગના લોકોને બે ટાઈમ ખાવાના ફાંફા થઈ જાય છે, ત્યારે સમગ્ર દેશમાં સેવાભાવી સંસ્થાઓ સાથે નાનામોટા વેપારીઓ સેવાના કાર્યમાં જોડાયા હતા.
ડીસામાં ભૂસ્તર અધિકારીના માર્ગદર્શન હેઠળ કીટ વિતરણ કરાઈ - કોરોનાના કારણે થયેલા લોકડાઉનના
કોરોનાના કારણે થયેલા લોકડાઉનમાં ગરીબ અને મધ્યમ વર્ગ મુસીબતમાં મુકાયો છે, ત્યારે બનાસકાંઠા ભૂસ્તર વિભાગના માર્ગદર્શન હેઠળ જૂનાડીસા ગામે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
![ડીસામાં ભૂસ્તર અધિકારીના માર્ગદર્શન હેઠળ કીટ વિતરણ કરાઈ ડીસામાં ભૂસ્તર અધિકારીના માર્ગદર્શન હેઠળ કીટ વિતરણ કરાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7242550-thumbnail-3x2-bns.jpg)
બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર વિભાગમાં ઓફિસના કામમાં વ્યસ્ત હોવા છતાં પણ આવા સમયે સેવા કરવા આગળ આવી હતી. ભુસ્તર અધિકારી સુભાષ જોશીના માર્ગદર્શન હેઠળ ડીસાના લીજ ધારકોએ 200થી વધુ રાશનકીટ બનાવી હતી અને જે કીટ ભૂસ્તર ઓફિસના કર્મચારીઓની હાજરીમાં ડીસાના જુનાડીસા અને આસપાસના ગામોમાં વિતરણ કર્યા હતા. ત્યાં નાયબ ભૂસ્તર અધિકારી મિત પરમાર, રોયલ્ટી ઇન્સ્પેક્ટર શક્તિદાન ગઢવી, માઇન્સ સુપરવાઈઝર વિરેન્દ્રસિંહ સોલંકી, સર્વેયર મેહુલ દવે સહિત લીજ ધારકો રાજુભાઇ ઠક્કર, જેણુભા વાઘેલા, શાન્તુજી ઠાકોર, મહેન્દ્રભાઈ જોશી,ભરતભાઇ જોશી,જશવંતસિંહ ઠાકોર હાજર રહ્યા હતા અને કીટ વિતરણ કરી હતી.
આ કીટ જોઈ ગરીબોના ચહેરા પર ચમક આવી હતી. બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા 2017ના પુર સમયે પણ નિરાધારોના આધાર બન્યા હતા. અને પુર સમયે પણ જિલ્લાવાસીઓ માટે ખડેપગે રહ્યા હતા. ત્યારે ફરી લોકડાઉનના મહામારી સમયે પણ જિલ્લાવાસીઓ માટે મદદરૂપ થઇ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર વિભાગના માર્ગદર્શન હેઠળ કાંકરેજના લીજધારકો એ રૂ 3.50 લાખ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપેલા, જ્યારે અંબાજી માર્બલ એસો પણ મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કરેલા સાથે દાંતાના ભેમાળ જસપુરીયાના લીજધારકોએ રાશનકીટનું વિતરણ કરી ગરીબોને મહામારીના સમય મદદરૂપ થઇ રહ્યા છે.