ડીસાઃ સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા દર વર્ષે વિવિધ માર્ગદર્શન લગતા કાર્યક્રમો યોજવામાં આવે છે. મંગળવારે KCG અમદાવાદ દ્વારા આઈસ ઓલ ઈન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન અંગેની માહિતી આપવામાં આવી હતી, તે ઉપરાંત ઓનલાઇન અપલોડ કરવા અંગેનો વર્કશોપ પણ રાખવામાં આવ્યો હતો.
ડીસાની ડી.એન.પી કોલેજમાં KCGની માર્ગદર્શન શિબિર યોજાઇ - deesa latest news
ડીસામાં સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં મંગળવારે KCG અમદાવાદ દ્વારા આઈસ ઓલ ઈન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન અંગેની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાની જુદી જુદી કોલેજમાંથી 55 કોલેજ આઈસ નોડલ ઓફિસર હાજર રહ્યાં હતાં.
ડીસા
આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાની જુદી જુદી કોલેજમાંથી 55 કોલેજ આઈસ નોડલ ઓફિસર હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં તજજ્ઞ તરીકે સ્ટેટ આઈસ નોડલ ઓફિસર ડો. આર. કે. શાહ ઉપસ્થિત રહ્યાં હતા. ડીસા કોલેજના ઓફિસર તેજસ આઝાદે વર્કશોપમાં ઉપસ્થિત નોડલ ઓફિસરનું સ્વાગત કર્યું હતું. વર્કશોપની વ્યવસ્થામાં પ્રોફેસર કે. એમ. પટેલ અને કે. એસ. ડામોર દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલનની કામગીરી દિવ્યા પિલ્લઈ અને પ્રોફેસર નવનીત રાણાએ કરી હતી.