અંબાજી (બનાસકાંઠા): ગુજરાત રાજ્ય રાજપૂત કરણી સેનાએ યોજેલી એકતા યાત્રા વિશાળ રથ સાથે બુધવારે શક્તિપીઠ અંબાજી પહોંચી હતી. મોડી સાંજે પહોંચેલી આ યાત્રામાં અનેક વાહનો સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજનાં અગ્રણીઓ સહીત લોકો પણ જોડાયા હતા. રાજપૂત કરણી સેના દ્વારા યોજાયેલી આ યાત્રા 1 મે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસે કચ્છના માતાના મઢથી શરૂ થઈ હતી. ત્યારબાદ વિવિધ મોટા ધાર્મિક સ્થળે જ્યોતથી જ્યોત મિલાવી હતી. બુધવારે ચોથા દિવસે આ યાત્રા મોડી સાંજે અંબાજી ખાતે (Karni Sena Ekta Yatra reached at Ambaji Banaskantha) પહોંચી હતી.
અંબાજી મંદિરમાં યાત્રાનું કરાયું ભવ્ય સ્વાગત -ક્ષત્રિય સમાજના લોકો માતાજીના જયઘોષ સાથે અંબાજી મંદિર (Karni Sena Ekta Yatra reached at Ambaji Banaskantha) પહોંચ્યા હતા. અહીં તેમણે જ્યોતને મા અંબાની અખંડ જ્યોત સાથે મિલાવી હતી. મંદિરનાં ભટ્ટજી મહારાજે જ્યોતનું સ્વાગત પણ કર્યું હતું. ને ચુંદડી સહિત ફુલહાર પહેરાવી જ્યોતને પરત અર્પણ કરી હતી. અંબાજી મંદિરે પહોંચેલી એકતા યાત્રાની જ્યોતને અંબાજી મંદિર ચાચરચોકમાં રાજ્યકક્ષાનાં શિક્ષણ પ્રધાન કિર્તીસિંહ વાઘેલાએ (Minister of State for Education Kirtisinh Vaghela) આવકારીને સ્વાગત કર્યુ હતુ અને તેઓ પણ નતમસ્તક થયા હતા.
આ પણ વાંચો-Chardham Yatra 2022: ગંગોત્રી અને યમુનોત્રી ધામના ખુલ્યા કપાટ, ચારધામ યાત્રા આજથી શરૂ