બનાસકાંઠાઃ જિલ્લામાં દિવસેને દિવસે પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે. જેમાં છેલ્લા કેટલાક વર્ષોથી પાણીના તળ સતત ઊંડા જતા ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જેમાં વડગામ તાલુકાના તળાવો અને મુકેશ્વર ડેમમાં નર્મદાનું પાણી નાખવાની ખેડૂતોની વર્ષો જૂની માગણી છે. તેમ છતાં પણ સરકાર દ્વારા આ મામલે હજુ સુધી કોઈ જ પગલા ભરાયા નથી, ત્યારે સોમવારે વડગામ તાલુકાના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ફતેગઢ પાસે આવેલા બળાસર તળાવની મુલાકાત લીધી હતી. જીગ્નેશ મેવાણીએ સૂકા ભટઠ તળાવ સહિત આજુ-બાજુના ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરી તેમની પરિસ્થિતિનો તાગ મળવ્યો હતો.
સ્થાનિક લોકોની રજૂઆત બાદ નિરાકરણ ના આવતા જીગ્નેશ મેવાણીએ લીધી વડગામના તળાવની મુલાકાત - Jignesh Mewani visited Vadgam Lake
દિવસેને દિવસે બનાસકાંઠામાં પાણીના તળ ઊંડા જઇ રહ્યા છે, ત્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને સોમવારે વડગામના તળાવની મુલાકાત લીધી હતી અને જો, સરકાર નર્મદાના નીરથી વડગામના તળાવ નહીં ભરે તો જાતે જ તળાવ ખોદી સરકારને સંદેશો આપીશું તેવું જણાવ્યું હતું.
ખેડૂતોનું માનીએ તો વડગામમાં આવેલા તળાવો અને મુક્તેશ્વર ડેમમાં જો નર્મદાનું પાણી નાખવામાં આવે તો અહીંના 100 જેટલા ગામોનો પીવાના પાણીના પ્રશ્નનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે.
સ્થાનિક ખેડૂતો અને જાગૃત લોકોએ આ મામલે વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ હજુ સુધી અહીંના લોકોની પાણીની સમસ્યા હલ કરવા માટે સરકારે કોઈ જ કદમ ઉઠાવ્યા નથી, ત્યારે સોમવારે આ વિસ્તારના તળાવો અને ખેડૂતોની રૂબરૂ મુલાકાત લેતા વેળાએ જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, જો સરકાર વડગામના તળાવ અને મુક્તેશ્વર ડેમમાં નર્મદાનું પાણી નાખી પીવાના પાણીની સમસ્યા હલ નહીં કરે તો અમે જાતે જ તળાવ ખોદી સરકારને સંદેશો આપીશું.