અમીરગઢના જેથી ગામે ખનીજ ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી, ગ્રામજનોએ આ ખનિજ ચોરીને ચાર દિવસ અગાઉ રોકાવી હતી અને ખાણ-ખનિજ વિભાગને જાણ કરી હતી. જે સર્વે નંબરમાંથી એમ બી કોર્પોરેશને મંજૂરી મેળવી હતી અને તેને જગ્યાએ અન્ય જગ્યાએથી ખનીજની ચોરી કરી હતી અને કરુણાની ખનીજની ચોરી કરતા ગ્રામજનોએ તપાસની માંગ કરી હતી, જેને લઇને ખાણ ખનીજ વિભાગ સક્રિય થયો હતો અને તપાસ કરી દંડકીય કાર્યવાહી કરી હતી.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં કરોડોની ખનન ચોરી ઝડપાઇ
બનાસકાંઠાઃ જિલ્લાના અમીરગઢ તાલુકાના જેથી ગામે કરોડોની ખાણ ખનીજ ચોરી ઝડપાઈ હતી. જેને બનાસકાંઠા ખાણ-ખનીજ વિભાગે 2 કરોડ 32 લાખનો દંડ ફટકારતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં કરોડોની ખનન ચોરી ઝડપાઇ
ઇકબાલગઢના જેથી ગામે કરોડોનું ખનીજ ચોરી કૌભાંડ ઝડપાયું છે .ત્યારે બનાસકાંઠામાં ખનીજ માફિયાઓ ફફડાટ વ્યાપ્યો છે. જેથી ગામની ગ્રામજનોની અરજીને આધારે ખાણ-ખનીજ વિભાગે તપાસ હાથ ધરી હતી અને ખાણ ખનીજ વિભાગની તપાસમાં બે કરોડ ઉપરાંતની ખનીજચોરી બહાર આવી હતી. જિલ્લાના ખાણ ખનીજ અધિકારી સુભાષ જોશીએ માપણી સીટને આધારે કરોડો રૂપિયાનો દંડ ફટકારતા ખાણ ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.